Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગોંડલ પાસે કતલખાને ધકેલાતી ૬ ગાય અને ૩ વાછરડાને ગૌસેવકોએ બચાવ્યા

માણાવદરના ટ્રક ચાલક પારસ છેલાણા અને મયુર હાડગરડાની ધરપકડ

ગોંડલ, તા. ર : ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે ગૌ સેવકોએ પશુધનને કતલખાને લઇ જતી ટ્રકનો પીછો કરી પકડી પાડી છ ગાય તેમજ ત્રણ બચ્ચાના જીવ બચાવ્યા હતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ગૌસેવક ગોપાલભાઈ ટોળીયા, મિલનભાઈ સોલંકી, મનીષભાઈ પટેલ તેમજ યુદ્ઘ એ જ કલ્યાણ ગ્રુપના પૃથ્વીભાઈ જોશી, વિજયભાઇ જાદવ સહિતનાઓએ પૂર્વ બાતમીના આધારે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી દરમિયાન જીજેર૩ ડબલ્યુ ર૭૯પ ટ્રક પસાર થતાં તેનો પીછો કર્યો હતો અને ટ્રક ગોમટા ચોકડી પાસે પ્રશાંત હોટલે ઉભો રહેતા તેમાં નજર કરતા ક્રૂરતાપૂર્વક ભરવામાં આવેલ પશુધન જણાતા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ૩ટનાના પગલે તાલુકા પોલીસ તુરંત દોડી ગઇ હતી અને ટ્રક ચાલક પારસ કમાભાઇ છેલાણા રહે અનુપમ ચોક માણાવદર તેમજ મયુર દેવાભાઈ હાડગરડા રહે બસ સ્ટેન્ડ પાછળ માણાવદર ની ધરપકડ કરી પ્રાણી સૌરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો નોંધી કુલ રૂપિયા ૧૧ર૬૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:33 am IST)