Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા કોરોનામુકત

આ તકે તેઓએ ડોકટર જયેશ ડોબરીયા સહિતની ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.

જામજોધપુર, તા. રઃ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાને રાજકોટ સીનર્જી હોસ્પિટલમાંથી સારવાર બાદ કોરોના મુકત જાહેર થતાં રજા આપવામાં આવી હતી.

આજથી સોમનાથ મહાદેવ મંદિર અતિથીગૃહો ભોજનાલયો ૩૦ ટકા ધોરણે કાર્યરત થયાં

અન્ય પ્રાંતોમાં ૬ જુલાઇથી શરૂ થતો પવિત્ર શ્રાવણ માસ અને તે યાત્રિકો આવવાની ધારણા - યાત્રિક-પ્રવાસીઓને કોરોના સામેની સાવચેતીપૂર્વક સુવિધાઓ મળે અને હકારાત્મક રીતે કામ કરતા કર્મચારીઓનો ઉત્સાહ જઇવાઇ રહે તે માટે જીલ્લા આરોગ્યની મેડીકલ ટીમ દ્વારા તમામ સ્ટાફનું મેડીકલ ચેકઅપ કરી હેલ્થકાર્ડ સાથે ફરજ કાર્યરત કરાયા

પ્રભાસ-પાટણ તા.રઃ  વિશ્વ પ્રસિધ્ધ ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર હસ્તકના અતિથીગૃહો-ભોજનાલયો અનલોક-રમાં ૩૦ ટકા બુકીંગના ધોરણે - શોશીયલ ડીસ્ટંન્શન અને સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ યાત્રિકોની સુવિધા હેલ્થ સલામતી-સાવચેતી સાથે શરૂ કરવામાં આવ્યાં છે.

ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કોરોના સંકટમાં ધીમે-ધીમે ગાડી પાટે ચડે અને હાલ સોમનાથ આવતા કોઇ યાત્રિકોને ભોજન-આવાસ તકલીફો ન પડે  અને કર્મચારીઓનો પોઝેટીવ ઉત્સાહ અણનમ ટકી રહે તેવા શુભ આશયના ભાગરૂપે આ કાર્યરત કરાયાં છે.

સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે સોમનાથ ટ્રસ્ટ સંકુલમાં આજે જીલ્લા આરોગ્ય તંત્રના ડોકટરો ભારાવાલા, ડો.જીજ્ઞાબહેન ગોહિલ, ડો.નારણભાઇ બારડ સહિતના મેડીકલ સ્ટાફે ૧રપ થી વધુ અતિથીગૃહો-ભોજનાલયોમાં ફરજ બજાવનાર કર્મારીઓનું હેલ્થ ચેક-અપ કર્યું. જેમાં ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર, બી.પી., પલ્સ હાલ કે પૂર્વ કોઇ બિમારી છે કે નહીં તે પુછપરછ અને બોડી ચેકઅપ કર્યું. સફળ નીવડનાર તમામને હેલ્થ ચેકઅપ કાર્ડ અપાશે જે પછી જ ફરજ બજાવી શકશે.

સાગર દર્શન ભોજનાલયના સંચાલક મિલન જોશી કહે છે અમો ભોજન માટે સાઉથમાં વપરાતી કેળના સુકા પાનની ઇકો ફ્રેન્ડલી ડીસ વાપરવાના છીએ જે યુઝ-થ્રો હશે જેથી પ્રત્યેક નવા આવતા ગ્રાહકને નવી જ ડીસ અબરખ વાટકામાં ભોજન મળશે. સોમનાથ હાલ ઓછાં યાત્રિકો આવે છે પરંતુ ૬ જુલાઇથી અન્ય પ્રાંતોમાં પવિત્ર શ્રાવણ માસ ગુજરાત અગાઉ પંદર દિવસ વહેલો શરૂ થઇ જાય છે. આ ઉપરાંત હાલ પણ જે યાત્રિકો આવે છે તેઓને ભોજન-આવાસની તકલીફ ન પડે અને સરકારની કોરોના સામેની ગાઇડ લાઇન જળવાઇ રહે તે કરાયેલા પ્રયાસો પ્રેરક-પ્રશંશનીય છે.

(11:32 am IST)