Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગોંડલના ભુણાવાના આગેવાનોનું પ્રેરક કાર્ય

ગોંડલઃ ભુણાવા ગામમાં આગેવાનોએ આપસુઝ દાખવી બાળકોને પ્રાથમીક શાળામાં પ્રવેશ અપાવી શાળાને આદર્શશાળા બનાવવાં દ્રઢ નિશ્ચય કર્યો છે.ગોંડલની નજદિક આવેલાં ભુણાવા ગામમાં અંદાજે પાંસઠ વિદ્યાર્થીઓએ ગામની પ્રાથમીક શાળામાં પ્રવેશ મેળવ્યો છે.તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન અને ભુણાવાનાં આગેવાન સિધ્ધરાજસિહ જાડેજા તથાં સરપંચ સહદેવસીહ જાડેજા એ ગામની શાળાને આદર્શ શાળા બનાવવાં દ્રઢ નિશ્ચય કરી ખાનગી સ્કુલોમાં ભારેખમ ફીનો ભોગ બનતાં વિદ્યાર્થીઓનાં વાલીઓને સહમત કરી પ્રાથમીક શાળા માં પ્રવેશ અપાવ્યો હતો.ગામ માં જ શિક્ષણ નું વાતાવરણ બની રહે તે હેતુથી સરકારી શાળાનાં શિક્ષકોને સહકાર મળી રહે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે જરુર મુજબ બહારથી શિક્ષકો ની સેવાં લેવાશે તેવો નિર્ણય કરાયો હતો.સત્રનાં પ્રારંભે પ્રાથમીક શાળામાં પ્રવેશોત્સવ સાથે વિદ્યાર્થીઓ એ હરખભેર પ્રવેશ મેળવ્યાં હતાં. તે તસ્વીર.

(11:28 am IST)