Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ઉપલેટા CPIM દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે આવેદન

ઉપલેટાઃઆજે દેશ કોરોના મહામારી નાગચુડમાં આવી ગયેલ છે લોકડાઉનથી દેશનું અર્થતંત્ર થંભી ગયુ છે ઉદ્યોગ ધંધા વેપાર વાણીજ્યામાં રોજગારી તુટી ગઈ છે આમ જનતાને રોકડ સહાયની જરૂરીયાત છે તેવા સમયે કેન્દ્ર સરકારે છેલ્લા રપ દિવસમાંથી   ભાવ વધારો ડીઝલ અને પેટ્રોલમાં  કર્યો છે. વિશ્વ બજારમાં ક્રુડના ભાવ ખુબજ નીચા ગયા છે તેવા સમયે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત આપવાને બદલે રૂપિયા ૧૨ જેવો તોતીંગ વધારો થવાથી જનજીવન ગુંગળાઈ જશે ડીઝલનો વપરાશ ટ્રાન્સપોર્ટ રેલ્વે ટ્રાવેલ્સ વીજળી ખેતી સહીત અનેક ક્ષેત્રમાં થાય છે તેની સીધી અસર તમામ ક્ષેત્રોમાં ભાવ વધારો થશે આથી જનતાનો મોંઘવારીનો માર પડશે. રાજકોટ જીલ્લામાં સીપીઆઇએમ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પાછો ખેંચવાની માંગ કરતુ આવેદનપત્ર ઉપલેટા મામલતદાર કચેરી આપવા જીલ્લા મંત્રો ડાયાભાઈ ગજેરા, દિનેશભાઇ કટારીયા, દેવેનભાઈ વસોયા, વિનુભાઈ ઘેરવડા, કાંતિભાઈ સોલંકી એ આપેલ હતું. તસ્વીરમાં ભાવવધારાનો વિરોધ દર્શાવવા આગેવાનો નજરે પડે છે.

(11:27 am IST)