Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પબુભા માફી માંગે સામેના આંદોલનમાં ઉપલેટા મામલતદારની સમજાવટ બાદ પારણા

પ્રાંત અધિકારી, પુરવઠા વિભાગ અને મામલતદાર કચેરીની અલગ અલગ ટીમોએ દરોડા પાડયા

ભુજ તા. ૨ : બાયો ડિઝલના નામે ભેળસેળિયા પેટ્રોલિયમ પદાર્થ વેચતાં ભુજ આસપાસના પાંચ પંપ પર સાંજે પ્રાંત અધિકારી, પુરવઠા વિભાગ અને મામલતદાર કચેરીની અલગ અલગ ટીમોએ ત્રાટકીને પાંચ પંપ સીલ કરી દીધાં છે. તંત્રએ લાખ્ખો રૂપિયાની કિંમતનો ૪૭ હજાર લિટર શંકાસ્પદ ઓઈલ-ડિઝલનો જથ્થો સીઝ કર્યો છે. તંત્રના દરોડોના પગલે આવા પંપો સંચાલકોમાંઙ્ગ ફફડાટ ફેલાઈ ગયો છે.

ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીના માર્ગદર્શનમાં ૩ અલગ અલગ ટીમોએઙ્ગ ભુજના ભુજોડી ગામે આવેલા ગ્રીન ગુજરાત બાયો ફયુઅલ, કુકમાના આરાધના ફયુઅલ અને બાયો ફયુઅલ, ધાણેટીમાં આવેલા શિવશકિત બાયોડિઝલ, પધ્ધરમાં ચાલતા શ્રીહરિ બાયો ફયુઅલ નામના પાંચ પંપ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી

તપાસમાં બાયો ડિઝલના નામે ભેળસેળિયો પેટ્રોલિયમ પદાર્થ વેચાતો હોવાનું સ્પષ્ટ થયું હતું. તંત્રએ તમામ પંપમાંથી ભેળસેળિયા પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલ લઈ પાંચેય પંપને સીલ કરીને ૪૭ હજાર લિટર જથ્થો સીઝ કર્યો છે.(

(11:32 am IST)