Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સાવધાન મોરબી : વાંકાનેરના કન્ટેમેન્ટ ઝોનમાં રહેતી મહિલાનો રીપોર્ટ આવ્યો પોઝીટીવ

મોરબી :::જીલ્લામાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે જેને પગલે તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે અનલોક ૧ ની શરૂઆતથી જ કેસો આવી રહ્યા છે તો આજે મોરબી જીલ્લામાં વધુ એક કેસ પોઝીટીવ આવ્યો છે જેમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીના ૫૫ વર્ષાના મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો

મળતી માહિતી મુજબ વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં પિતા-પુત્રને કોરોનાનો રીપોર્ટ થોડા દિવસ પહેલા પોઝીટીવ આવ્યો હતો અને તે વિસ્તારને કન્ટેમેન્ટ ઝોન કરવામાં આવ્યું હતું તો આજે બંને પિતા-પુત્ર સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે પરંતુ તે કન્ટેમેન્ટ ઝોનમાં રહેતા ૫૫ વર્ષના મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

 અને તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ચકાસણી હાથ ધરવામાં આવી છે તો હાલમાં પોઝીટીવ મહીલ રાજકોટ સારવારમાં હોવાનું જાણવા મળ્યું છે

(11:31 am IST)
  • ઇડીની ટીમ દિલ્હી સ્થિત કોંગ્રેસના નેતા અહેમદ પટેલને ત્યાં ત્રીજી વખત પૂછતાછ માટે પહોંચી ઇડી એહમદ પટેલના સ્ટર્લિંગ બાયોટેક કંપનીના માલિક સાડેસરા ભાઇઓ સાથેના સંબંધ પર પુછતાછ કરી રહી છે. access_time 3:54 pm IST

  • આજનો દિવસ રાજકોટ માટે અતિ ભારે રહ્યો : મોડી રાત્રે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા : શાંતવન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રવિરાજસિંહ જાડેજા અને તુલીપ એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય દિનેશભાઇ દેડકીયાને કોરોના વળગ્યો :લોકો ફફડી ઉઠ્યા : શહેરમાં કુલ 187 કેસ થયા : જિલ્લામાં 142 કેસ મળીને કુલ કેસની સંખ્યા 329 થઇ access_time 12:11 am IST

  • રાજકોટમાં વધુ એક રિપોર્ટ પોઝીટીવ : મારૂતિમેનોર - સાધુ વાસવાણી રોડ વિસ્તારના પુરૂષને કોરોના સંક્રમિત : કોરોના પોઝીટીવ જાણીતા ધારાશાસ્ત્રી ભાવીનભાઇ દફતરીના સંપર્કમાં આવેલઃ શહેરમાં આજે ૩ કેસ : કુલ ૧૭૭ આંક access_time 12:45 pm IST