Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ઉનાના સૈયદ રાજપરામાં ગટરોની સફાઇ થતી નથીઃરોગચાળોઃગંદા પાણીમાં ફસાતા વાહનો

ઉના,તા.૨ : તાલુકાના શૈયદ રાજપરા ગામે ગટરની સફાઇને અભાવે ગંદકી-કાદવ રોડ ઉપર ગામમાં ડેન્ગયુ મેલેરીયા,નાં કેસ આવતા જાય છે વાહનો ગટરમાં ખુંચી જતા રાહદારીઓને મુશ્કેલી વધી છે. ગ્રામપંચાયત સજાગ બને તેવી માગણી ઉઠી છે.

શૈયદ રાજપરા ગામની શેરી-બજારમાં ગ્રામપંચાયત દ્વારા ગટરની નિયમિત સફાઇ થતી ન હોય ગંદુપાણી,કાદવ, કીચડ થી ઉભરાય છે. ગટરનું પાણી રોડ ઉપર વહેતા ગામમાં મચ્છર જન્ય રોગચાળો, મલેરીયા, ડેન્ગયુ ચીકનગુનીયાનાં ઝપેટમાં ગ્રામજનો આવી રહ્યા છે.

ખુલ્લી ગટરના કારણે ટ્રેકટર તથા વાહનો ફસાઇ જતા ચક્કાજામ થઇ જાય છે. અને ગ્રામપંચાયતનાં હોદેદારો બધુ જાણતા હોવા છતા કુંભકર્ણની નિંદ્રામાં છે. વહેલી તકે ગટરની સફાઇ કરાવી જંતુનાશક દવાનો છંટકાવ કરાવાય તેવી લોક માંગણી ઉઠી છે. હાલ ચોમાસામાં રોગચાળો વધે તે પહેલા તાલુકા, જીલ્લાનાં વહીવટી તંત્ર કામગીરી કરાવે તેવી માંગણી ઉઠી છે.

(9:45 am IST)