Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

નખત્રાણામાં પવનચક્કીની વીજ લાઈને બે રણ કાગડાઓનો ભોગ લીધો : કચ્છમાં ઘોરાડ, ફ્લેમિંગો, મોર, ઢેલ સહિતના અન્ય પક્ષીઓ માટે જીવલેણ બનતી વીજ લાઈન

(ભુજ) કચ્છમાં વિકાસની સાથે પર્યાવરણ અને વન્ય જીવ સંપદાને હાનિ થતી અટકાવવા સરકાર અને તંત્રએ હવે ધ્યાન આપવાની જરૂરત છે. 

અત્યારે પવનચક્કીઓ અપાઈ રહેલી આડેધડ મંજૂરી પછી કચ્છમાં પક્ષીઓ માટે પવનચક્કીઓની વીજ લાઈનો જીવલેણ બની રહી છે. 

ગઈકાલે નખત્રાણાના ઘડાણી ગામ પાસે વિજલાઈનોએ બે રણ કાગડાઓનો ભોગ લીધો હતો. આથી અગાઉ મોર, ઢેલ, ફ્લેમિંગો ઉપરાંત અલભ્ય એવા ઘોરાડ પક્ષીઓનો પણ ભોગ લેવાઈ ચુક્યો છે. સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રના ઉદાસીન વલણને કારણે કંપનીઓ પર્યાવરણની જાળવણી માટે ગંભીર થતી નથી એ કડવી વાસ્તવિકતા છે.

(9:32 am IST)