Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જામનગરમાં મોડી રાત્રીના કોરોનાનો ફૂંફાડોઃ વધુ ૭ કેસ

એક જ દિવસમાં શહેરમાં ૧૪ અને જિલ્લામાં ૩ને કોરોના : જુદા-જુદા વિસ્તારોમાં પ્રસર્યો

જામનગર તા. ૨ : જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ તરખાટ મચાવતા ચિંતા પ્રસરી ગઇ છે. મોડી રાત્રીના વધુ ૭ કેસ નોંધાયા હતા.

જામનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગઇકાલે મોડીરાત્રે વધુ ૭ કેસ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે એક જ દિવસમાં જિલ્લામાં ૧૭ કેસ પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. ગઇ મધરાત્રે વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાતા  ૧૪ શહેરના અને ૩ જિલ્લાના એમ કુલ કેસ ૧૭ નોંધાયા છે.

મોડીરાત્રે નોંધાયેલ કેસમાં ૬૦ વર્ષીય પુરૂષ જડેશ્વર પાર્ક જામનગર, ૪૬ વર્ષીય મહિલા રતનબાઇ મસ્જિદ પાસે જામનગર, ૪૫ વર્ષીય પુરૂષ કનખરા સમાજની બાજુમાં જામનગર, ૬૦ વર્ષીય પુરુષ નવી વેરાવળ તાલુકો લાલપુર, ૪૭ વર્ષીય મહિલા વોરા ફરી મસ્જિદ સામે જામનગર, ૪૦ વર્ષીય પુરૂષ મોહન નગર જામનગર અને ૩૪ વર્ષીય પુરૂષ અંજલી કેબલ પાસે કિશાન ચોક જામનગરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું જાણવા મળે છે.(૨૧.૧૦)

(11:30 am IST)