Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

બાયો ડિઝલના નામે ભેળસેળિયો માલ વેચતાં ભુજના 5 પંપો સીલ : 47 હજાર લિટર શંકાસ્પદ ઓઈલ-ડિઝલનો જથ્થો સીઝ

પ્રાંત અધિકારી, પુરવઠા વિભાગ અને મામલતદાર કચેરીની અલગ અલગ ટીમોએ ત્ દરોડા પાડ્યા

ભુજઃ બાયો ડિઝલના નામે ભેળસેળિયા પેટ્રોલિયમ પદાર્થ વેચતાં ભુજ આસપાસના પાંચ પંપ પર સાંજે પ્રાંત અધિકારી, પુરવઠા વિભાગ અને મામલતદાર કચેરીની અલગ અલગ ટીમોએ ત્રાટકીને પાંચ પંપ સીલ કરી દીધાં છે. તંત્રએ લાખ્ખો રૂપિયાની કિંમતનો 47 હજાર લિટર શંકાસ્પદ ઓઈલ-ડિઝલનો જથ્થો સીઝ કર્યો છે. તંત્રના દરોડોના પગલે આવા પંપો સંચાલકોમાં  ફફડાટ ફેલાઈ ગયો છે.

ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીના માર્ગદર્શનમાં 3 અલગ અલગ ટીમોએ  ભુજના ભુજોડી ગામે આવેલા ગ્રીન ગુજરાત બાયો ફ્યુઅલ, કુકમાના આરાધના ફ્યુઅલ અને દ્વિજા બાયો ફ્યુઅલ, ધાણેટીમાં આવેલા શિવશક્તિ બાયોડિઝલ, પધ્ધરમાં ચાલતા શ્રીહરિ બાયો ફ્યુઅલ નામના પાંચ પંપ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી

  તપાસમાં બાયો ડિઝલના નામે ભેળસેળિયો પેટ્રોલિયમ પદાર્થ વેચાતો હોવાનું સ્પષ્ટ થયું હતું. તંત્રએ તમામ પંપમાંથી ભેળસેળિયા પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલ લઈ પાંચેય પંપને સીલ કરીને 47 હજાર લિટર જથ્થો સીઝ કર્યો છે.

(11:33 am IST)