Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

બગડું મેંદરડા વચ્ચે મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માતમાં બગડુના દંપતીનું કમકમાટી ભર્યું મોત

જૂનાગઢ : બગડુ ગામના રહેવાસી દેવલભાઇ અર્શાકભાઇ કાનાબાર (ઉવ.૩૫ ) અને તેમના પત્ની તેજલબેન કાનાબાર મોટરસાયકલ લઇ જતા હોય ત્યારે બગડુ ગામથી આગળ ભયજનક વળાંક મા સામેથી પુરપાટ ઝડપથી આવતી મોટર કાર ચાલકે બંને દંપતીને ઠોકર મારતા બગડુ ગામના દંપતીનું અકસ્માત સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ.

હાલ તો જુનાગઢ તાલુકા પોલીસના પી.એસ.આઈ યુ.વી.સોલંકી દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે

(11:43 pm IST)