Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કચ્છમાં કોરોનાની ભીંસ વધીઃ ગ્રામ્ય વિસ્તારો અને પરિવારો ભરડામાં: સાસુ, વહુ, પુત્રી સંક્રમિત

વધુ ૩ દર્દીઓ સાથે લાગલગાટ ૯ મે દિ' પોઝિટિવ દર્દીઓ સાથે કુલ દર્દીઓ વધીને થયા ૧૬૭

ભુજ,તા.૨: કચ્છમાં કોરોનાનું સંક્રમણ હવે ગ્રામીણ વિસ્તારો ઉપરાંત પરિવારોને પણ ભરડામાં લઈ રહ્યું છે. ગઈકાલે વધુ ત્રણ દર્દીઓ સાથે કોરોનાના કુલ કેસો વધીને ૧૬૭ થઈ ગયા છે.

લગલગાટ ૯ મે દિ પણ કોરોનાના દર્દીઓ નોંધાતાં દર્દીઓ વગરનો એક પણ દિ' ગયો ન હોય એવું પહેલી વાર બન્યું છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં કચ્છમાં આવનારા દિવસો હજીયે વધુ સ્ફોટક બની શકે છે.

ગઈકાલના નવા દર્દીઓમાં વર્માનગર પાનધ્રોના સાસુ વિજયા ભટ્ટી અને વહુ આશા ભટ્ટી બન્નેને કોરોના ડિટેકટ થયો છે. તેઓ તેમના નજીકના સંબંધીથી સંક્રમિત થયા છે.

તો, ત્રીજા દર્દી તરીકે મેઘપર બોરીચી (અંજાર) ની યુવતી શિવાનીઙ્ગ ભગવંત ઉપાધ્યાયના માતા પિતા પણ કોરોનાના દર્દીઓ હોઈ હવે પુત્રી સંક્રમિત થઈ છે. આમ, કચ્છમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો પંજો વિસ્તરી ચુકયો છે.(૨૨.૧૪)

 

(11:30 am IST)