Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

જામનગરના ગોકુલનગર અને દરેડ પાસે દૂધ અને છાસના એટીએમ શરૂ

ચેલા ગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ્હીમાં નિહાળ્યા બાદ પ્રેરણા જાગતા નુસખો અજમાવ્યો

જામનગર : જામનગરના ગોકુલનગર વિસ્તાર મેઇન રોડ તેમજ દરેડ પાસે બે દૂધ અને છાશના નવા એટીએમ ઉભા કરાયા છે  ચેલા ગામના પ્રગતિશીલ ખેડૂત અને પશુપાલક લક્ષ્મણભાઇ નકુમ દિલ્હીની મુલાકાતે ગયા ત્યારે તેમણે દૂધ માટેનું એટીએમ જોયું અને તેમને પ્રેરણા જાગી કે આ પ્રકારનો નુસ્ખો જામનગરમાં પણ તેમના દ્વારા અપનાવ્યો છે

આ એટીએમ દૂધ અને છાશના એક એટીએમ પાછળ તેમને પાંચ લાખનો ખર્ચ લાગ્યો છે. જ્યારે એટીએમમાંથી લોકોને ચોવીસ કલાક ઠંડુ અને શુદ્ધ તેમજ સાત્વિક દૂધ આસાનીથી મળી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે દૂધના એટીએમમાં 100 લિટરની કેપેસિટીની ટાંકી પણ મૂકવામાં આવી છે. લોકો પોતાની જાત મળે તેટલું જોતું હોય તેટલું તેમજ રાબેતા મુજબના ભાવે દૂધ આ એટીએમમાંથી ગમે તે સમય મેળવી શકે છે.

  ખાસ કરીને રૂપિયા 10થી માંડીને રૂપિયા 500 સુધીનું દૂધ પણ એની ટાઇમ લોકો આ દૂધ એટીએમમાંથી મેળવી શકે છે. ઉપરાંત લક્ષ્મણભાઇ દ્વારા દૂધના એટીએમ કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે, કે જે લોકો દુધનું એટીએમ કાર્ડ લઇ લે તો તેમને કાર્ડમાંથી પણ દૂધ અને છાશ નિયમિત મળી રહે છે. હાલ પ્રારંભિક તબક્કે જામનગરના પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઇ દ્વારા શહેરમાં બે વિસ્તારોમાં આ દૂધના એટીએમ શરૂ કરવામાં આવ્યા છે અને જેને જામનગરના શહેરીજનો પણ ખૂબ આવકાર આપી રહ્યા છે.

  જો આ જ પ્રકારે લોકોનો સાથ અને સહકાર મળતો રહેશે તો લક્ષ્મણભાઇ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ ભવિષ્યમાં દૂધ અને છાશના એટીએમ ઉભા કરવામાં આવશે. જ્યારે ખાસ કરીને આજના સમયમાં લોકો ભેળસેળ વગરનું શુદ્ધ અને સાત્વિક દૂધ મેળવવાની અપેક્ષા રાખતા હોય અને તે સંપૂર્ણપણે આ દૂધના એટીએમમાં લક્ષ્મણભાઇ દ્વારા પુરી પાડવામાં આવતી હોય જેથી ગમે તે સમયે અને ગમે ત્યારે શુદ્ધ અને ચોખ્ખું દૂધ મળતું હોવાથી ગ્રાહકો પણ લક્ષ્મણભાઇની આ દુધના એટીએમની મુહિમને આવકારી રહ્યા છે.

(9:50 pm IST)