Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ધ્રોલમાં પાણી ભરીને રસ્તો ઓળંગી રહેલા સાગરનું કારની ઠોકરે મોત

૨૦ વર્ષના દેવીપૂજક યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨: ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતાં ૨૦ વર્ષના દેવીપૂજક યુવાન સાગર ધીરૂભાઇ રાઠોડનું કારની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું છે.

સાગર સાંજે સાડા સાતેક વાગ્યે ઘર નજીક પેટ્રોલ પંપ સામેના રોડ પર કેરબો લઇ પાણી ભરવા ગયો હતો. ત્યાંથી પરત ઘર તરફ આવવા રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે એક કારનો ચાલક ઠોકરે ચડાવી ભાગી ગયો હતો. સાગરને ગંભીર ઇજા થતાં ધ્રોલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું રાત્રીના મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલાએ જરૂરી કાર્યવાહી કરી ધ્રોલ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સાગર પાંચ ભાઇ અને એક બહેનમાં બીજો હતો અને છુટક મજૂરી કરતો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:29 am IST)