Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

વાંકાનેર પાસે ટેન્કર ચાલકને માર મારી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો પકડાયા

વાંકાનેર પોલીસ એમ.પી.ના દયારામ મોહનીયા, દુલા, પણદા અને સંજુ પણદાને દબોચ્યા : રીમાન્ડ મંગાશે

વાંકાનેર, તા. રઃ વાંકાનેર પાસે પાંચ દિવસ પહેલા કચ્છના ટેન્કર ચાલકને મારમારી ૬પ૦૦ની લૂંટ ચલાવનારા એમ.પી.ના ત્રણ શખ્સોને દબોચી લઇ પૂછપરછ આદરી છે.

મળતી વિગત મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર ગત તા. ર૭/૬ના રોજ (કચ્છ) ભચાઉ બીટીયા વિસ્તારમાં રહેતો ટ્રક ચાલક અકબરશા ઉમરશા શેખ પોતાનું જીજે૧ર-અ.ેટી-૬ર૪૩ અને તેની સાથે હરેશભાઇ જીજે-૧ર-બી.ટી.-૪૮૪ર નંબરનું ટેન્કર લઇને કંડલામાં કેમિકલ ભરીને અંલેશ્વર ખાલી કરવા જતા હતાં ત્યારે વાંકાનેર પાસે રાણેકપર ગામના પાટીયા પાસે રોડ પર અણીવાળા પથ્થર જોતા બંન્નેએ ટેન્કર ઉભુ રાખતા લૂંટારૂ ટોળકીએ અકબરશા શેખને ધોકા વડે માર મારી ખીસ્સામાંથી રૂ. ૬પ૦૦ તથા રૂ. પ૦૦નો મોબાઇલ ફોન તથા ધર્મેન્દ્રકુમાર પાસેથી રૂ. ૧પ૦ સહિતની મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસે અકબરશાની ફરીયાદ પરથી ગુનો દાખલ કરી પી.આઇ. બી.ટી. વાઢીયા, પી.એસ.આઇ. એમ.જે. ધાધલ, પી.એસ.આઇ. આર.પી. જાડેજા, એએસઆઇ નરશીભાઇ, રાજેન્દ્રસિંહ, મનસુખભાઇ, અરવિંદભાઇ, વિરેન્દ્રસિંહ, હરેશભાઇ, સંજયસિંહ, મહેન્દ્રભાઇ, જયપાલસિંહ, રમેશભાઇ તથા તાલુકા પોલીસના મુકેશભાઇ, હરપાલસિંહ તથા તેજપાલસિંહ તથા ચમનભાઇ સહિતે ગણતરીની કલાકોમાં જ મધ્યપ્રદેશના જાંબવાના મહાછીલા ગામના દયારામ ભુરાલાલ મોહનીયા (ઉ.વ.૩૯) (આદીવાસી), દુલા મેતુભાઇ પણદા (ઉ.વ.૪૦) (આદીવાસી) અને સંજુ કટીયા પણદા (ઉ.વ.૩૦) (આદીવાસી)ને ઝડપી લઇ રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા દયારામ મોહનીયા અગાઉ લૂંટ અને હત્યાની કોશીષના ગુન્હામાં પાંચ વર્ષ જેલમાં રહી ચૂકયો છે તે એક માસ પહેલા જ ઇન્દોર જેલમાંથી છૂટયો હતો. જયારે દુલા પણદા લૂંટના કેસમાં છ વર્ષ જેલમાં રહી ચૂકયો છે તે દસ માસ પહેલા જ બરોડા જેલમાંથી છૂટયો હતો. આ અંગે ત્રણેયને સાત દિવસની રીમાન્ડની માંગણી ાસથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. (૮.૧૦)

(11:49 am IST)