Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

પોરબંદરમાં કરોડોની સરકારી જમીન પચાવી પાડનારા ૫ શખ્સો સામે પોલીસ ફરીયાદ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨ :. છાંયા વિસ્તારમાં ૫ કરોડની સરકારી જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનાર ૫ શખ્સો સામે પોલીસ ફરીયાદ થઈ છે.

છાંયા વિસ્તારમાં રેવન્યુ અધિકારી ધીરેન્દ્રભાઈએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં છાંયાના રણમલ ભોજાભાઈ મોઢવાડિયા, અરજણ ભોજાભાઈ, કારા ભોજાભાઈ, છગન ભોજાભાઈ તથા બાબુ ભોજાભાઈ સામે નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આ પાંચેય શખ્સોએ છાંયા સરકારી જમીન ૯૬૪૫ ચો.મી. ઉપર કે જેની કિંમત ૫ કરોડ થાય છે. આ જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવેલ અને અનેક વખત આ જમીન ખાલી કરવા નોટીસો આપી છતા દાદ આપતા જ ન હોય પાંચેય શખ્સો સામે કાર્યવાહી કરવા પોલીસ ફરીયાદ કરી છે. વધુ તપાસ સીટી ડીવાયએસપી જે.સી. કોઠિયા ચલાવી રહેલ છે.

(1:35 pm IST)