Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સૌરાષ્ટ્રભરમાં આજે ભીમ અગિયારસનુ મેઘરાજાએ મુહૂર્ત સાચવ્યું : જૂનાગઢ , સુરેન્દ્રનગર, ભાવનગર, ગોંડલ પંથકમાં વરસાદ વરસ્યો : જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તથા કેશોદમા અઢી ઇંચ, માણાવદરમાં દોઢ ઇંચ અને મેંદરડામાં પોણો ઈંચ તથા વિસાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ભીમ અગિયારસનુ મેઘરાજાએ મુહૂર્ત સાચવ્યું છે અને જૂનાગઢ , સુરેન્દ્રનગર, ભાવનગર, ગોંડલ પંથકમાં વરસાદ વરસ્યો છે.

         જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તથા કેશોદ માં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે માણાવદરમાં દોઢ ઇંચ અને મેંદરડામાં પોણો ઈંચ તથા વિસાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે્.

માણાવદર શહેર માં ૪:૪૫ આસપાસ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી ત્યારે બાદ મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, ત્યારે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

     જૂનાગઢ જિલ્લાના માણાવદર વરસાદ શરૂ થતાં જ ગરમી થી અકળાયેલા યુવાનો વરસાદ ની મોજ માણવા નીકળી ગયા હતા અને વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી .

    મામલતદાર કચેરી માંથી મળતી વિગતો પ્રમાણે 32 મિલી મિટર વરસાદ નોંધાયો છે માત્ર આટલા જ વરસાદ માં મેઈન બજાર માં પાણી ભરાય ગયા હતા. 

         સુરેન્દ્રનગર જિલ્લાનામૂળીનાં ટીડાણા સોમાસર ધર્મેન્દ્રગઢ ટીકર સહિતનાં ગામોમાં વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તે મટીયાણા સોમાસર ધર્મેન્દ્રગઢ ટીકર સહિતના ગામોમાં હાલમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આજે ભીમ અગિયારસને લઈ અને ધરતીપુત્રોમાં એક બાજુ ખુશી  અને એક બાજુ ગમ જેવો માહોલ સર્જાયો છે .

  ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાના તાલુકાઓમાં આજે સાંજથી જ વાતાવરણમાં એકાએક પલટો આવતા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે

(8:14 pm IST)