Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કેન્દ્રીય મંત્રી રૂપાલા સાંસદ કાછડીયા-દિલીપ સંઘાણીના પ્રયાસોથી

બાબરામાં મીલન કોટેક્ષ ખાતે CCI દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદીનો પ્રારંભ

અમરેલી તા. રઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇનું સ્વપ્ન ખેતિ સમૃધ્ધ બને અને ખેડૂતની આવક વધે, આ દિશામાં સતત પ્રયાસો થઇ રહ્યા છે. ખેત જણસના સારા ભાવો પ્રાપ્ત થાય તે માટે સરકાર અને સહકાર સંયુકત રીતે કામ કરી રહેલ હોઇ, કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી તરફથી કપાસ ખરીદી અંગે કરવામાં આવેલ રજુઆત અન્વયે ભારત સરકાર તરફથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સી.સી.આઇ.) દ્વારા બાબરા ખાતે આવેલ મિલન કોટેક્ષ ખાતે ટેકાના ભાવે કપાસ ખરીદીનો પ્રારંભ થયો જેમાં સારા ભાવો મળવા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.

મિલન કોટેક્ષ ખાતે ટેકાના ભાવે કપાસ ખરીદીનો પ્રારંભ સાંસદ નારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, જીલ્લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, જીતુભાઇ ડેર, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ ત્રાપસીયા, જયેશભાઇ નાકરાણી, મનુભાઇ દેસાઇ, વિશાલભાઇ રાદડીયા, પ્રણવભાઇ કૂબાવત, જયસુખભાઇ દેસાઇ, વિજયભાઇ દેસાઇ, વિજયભાઇ નાડોદ્રા, મનસુખભાઇ નાડોદ્રા, જસવંતગઢના સરપંચ અશોકભાઇ, ચિતલના સરપંચ સુરેશભાઇ પાથર, સુરેશભાઇ તળાવીયા, હસુભાઇ ધાનાણી, કાળુભાઇ ધામી, સુખદેવસિંહ સરવૈયા, દશરથસિંહ સરવૈયા, સુરેશભાઇ દેસાઇ, જલાભાઇ ધાનાણી, અરવિંદભાઇ દેસાઇ, બાબુભાઇ દેસાઇ, પ્રવિણભાઇ બરવાળીયા, સી.સી.આઇ. અધિકારી દેશમુખ, મિલન કોટેક્ષ વ્યવસ્થાપકો લાલજીભાઇ દેસાઇ, હસમુખભાઇ દેસાઇ, ભરતભાઇ દેસાઇ, પંકજભાઇ દેસાઇ, ચિરાગભાઇ દેસાઇ સહિત મોટી સંખ્યામાં કપાસ વેંચાણકારો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(12:51 pm IST)