Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ધોરાજીના જૈન દેરાસરની મુલાકાત લેવી નહીં આ ઘર કોરોન્ટાઇન હેઠળ છે..?

ધોરાજી આરોગ્ય વિભાગે સોની બજાર ખાતે આવેલ શાંતિનાથ જિનાલય જૈન દેરાસરના ગેટ ઉપર રેડ કલરનું  કોરોના વાયરસ અંગેનું સ્ટીકર લગાવતા વિવાદ સર્જાયોઃ આરોગ્ય વિભાગ તાત્કાલિક જવાબ આપે.... લલીતભાઈ વોરાની માંગણી

ધોરાજી, તા.૨: ધોરાજીના સોની બજાર ખાતે આવેલ શાંતિનાથ જિનાલય જૈન દેરાસર ના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત રાજકોટ ના નામથી રેડ કલરનું સ્ટીકર જેમાં 'નોવેલ કોરોના વાયરસ આ મકાનની મુલાકાત લેવી નહીં આ ઘર કોરોન્ટાઇન હેઠળ છે'

આ પ્રકારનું સ્ટીકર લગાવી ને આરોગ્ય વિભાગ શું કહેવા માંગે છે તે સવાલ ઉભો થયો છે.

આ અંગે ધોરાજી જૈન સમાજના અગ્રણીઓની લલીતભાઈ વોરા એ જણાવેલ કે ધોરાજીના મુખ્ય ગણાતા સોની બજાર ખાતે આવેલ જૈન દેરાસરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર આરોગ્ય વિભાગની ટીમે રેડ કલર નું સ્ટીકર લગાવ્યું છે તે વ્યાજબી નથી કાયદેસરનો છબરડો ગણાય છે કારણ કે જૈન દેરાસર હાલમાં કોરોનાવાયરસ મહામારી ના સમયમાં જૈન સમાજના દર્શન માટે બંધ રાખવામાં આવ્યું છે અને મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર આરોગ્ય વિભાગે રેડ કલર નું સ્ટીકર લગાવી ને જૈન દેરાસર ધાર્મિક સ્થળ નું અપમાન કર્યું હોય તે પ્રકારનો આ કૃત્ય ગણવામાં આવે છે તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગની ટીમ નક્કી કરને કે લિયે અને જૈન સમાજની માફી માંગે તેમ જૈન સમાજના અગ્રણી લલીતભાઈ વોરાએ જણાવ્યું હતું.

(12:47 pm IST)