Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વડોદરાની યુવતીના ફોટા વાઇરલ કરતા ઝડપાયેલ કુતિયાણાના યુવાનનો કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ

પોરબંદર, તા. ર :  વડોદરાની યુવતીના ફોટા પોતાની મોબાઇલ આઇડીમાં વાઇરલ કરવાના ગુન્હામાં ઝડપાયેલ કુતિયાણાના મહોબ્બતપરાના યુવાનને વડોદરા પોલીસ પુછપરછમાં વડોદરા લઇ જઇને તેમનો રીપોર્ટ કરાવતા આ યુવાનનો કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવેલ છે. આ યુવાનને વડોદરાની સિવિલ હોસ્પિટલના આઇસોલોેશન વોર્ડમાં દાખલ કરેલ છે.

થોડા સમય પહેલા કુતિયાણાના મહોબ્બતપરાના યુવાને પોતાના મોબાઇલની આઇ.ડી. ઉપર વડોદરાની યુવતીના ફોટા વાઇરલ કરતા વડોદરાની યુવતીએ તેમની જાણ પોલીસે કરતા વડોદરાની પોલીસ કુતિયાણાના મહોબ્બતપરામાં આવીને યુવાન સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુન્હો નોંધીને વડોદરા લઇ ગયેલ હતી. વડોદરા પોલીસે કોરોના સંકટને ધ્યાને લઇને આ યુવાનના નમૂના લઇ રિપોર્ટ કરાવતા યુવાનનો કોરોના પોઝિટીવ રીપોર્ટ આવેલ છે.

કુતિયાણા તાલુકામાં નોવેલ કોરોના વાયરસનો એક પોઝીટીવ કેસ આવતા વાયરસનાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર કલેકટર ડી.એન. મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪, ધ ડીઝાસ્ટર મેનજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા કલમ-૩૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની કલમ-૨ અન્વયે કુતિયાણામાં કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

પોરબંદર જિલ્લાનાં કુતિયાણા શહેરમાં હરીઓમ સોસાયટી, રણજીતનગર કુતિયાણામાં દેવાભાઇ વેજાભાઇ ઓડેદરાના ઘરથી જીવનભાઇ દેવાભાઇ સોંદરાતથી વિક્રમભાઇ રાજાભાઇ મોઢવાડીયાથી કરણભાઇ દ્યેલાભાઇ કેશવાલાના ઘર સુધીનો વિસ્તાર, પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં મહોબતપરા ગામના વણકરવાસના પરસોતમભાઇ મેણંદભાઇ બગડાનાં દ્યરથી પુંજાભાઇ કમાભાઇ સોંદરવાના દ્યરથી પરેશભાઇ સામજીભાઇ વારંગીયા દ્યરથી અમીબેન મેપાભાઇ સોંદરવાના દ્યર સુધીના વિસ્તાર તા.૨૮/૬/૨૦૨૦ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરેલ છે.(૯.૧૦)

(12:46 pm IST)