Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સુરેન્દ્રનગર મહેતા માર્કેટના વેપારીને કોરોના પોઝિટીવ

અનેક ગ્રાહકો સાથે સંપર્કમાં આવ્યાનું અનુમાન : કુલ કેસ ૪૦

વઢવાણ, તા. રઃ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી જવા પામી હતી ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં અનેક લોકો સાજા થઈને પોતાના દ્યર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાંથી ૨ લોકો સાજા થઈને પોતાના દ્યર તરફ પરત ફર્યા છે ..

ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે કોરોનાવાયરસ નો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કુલ જિલ્લામાં કોરોનાવાયરસ ના ૪૦ કેશો પોઝિટિવ સામે આવ્યા છે ત્યારે અત્યારે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટના એક જાણીતા વેપારી નો કોરોના ટેસ્ટ કરવામાં આવતા આ વેપારીનો રિપોર્ટ ને પોઝિટિવ આવવા પામ્યો છે..

ત્યારે આ વેપારીની ટ્રાવેલ્સ વિગતમાં ધંધાના કામ અર્થે વેપારી સુરત તરફ ગયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક કેસ સામે આવતા જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૦ કેસો સામે આવ્યા છે અને દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો જિલ્લામાં વધી રહ્યા છે..

ત્યારે હાલમાં વેપારીને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને તાત્કાલિક સારવાર પણ શરૂ કરવામાં આવી છે..

આજે વહેલી સવારે વેપારીનું કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તે વેપારીને સુરેન્દ્રનગર જિલ્લાની મહેતા માર્કેટમાં દુકાન ધરાવે છે અને ખાસ કરી જીવન જરૂરિયાત અને કરિયાણાની વસ્તુ વેચાણ કરે છે ત્યારે આજે વહેલી સવારે આ વેપારીને કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે.

આ વેપારી અનેક લોકોના સંપર્કમાં અખ્યાન પણ અનુમાન છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આપેલ છુટછાટો અને લોકોને ગેરસમજના કારણે જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો વધી રહ્યા છે તે સુરેન્દ્રનગર જિલ્લા માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે.(૯.૯)

(12:45 pm IST)