Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હળવદના જુના દેવળીયાના ઉસ્માનભાઇ ઘાંચીને સગા પુત્રએ ધમકી આપી છરી લઇને દોડયો

રાજકોટ, તા., ૧: મોરબી જીલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયામાં રહેતા ઉસ્માનભાઇ ઓઘડભાઇ ઘાંચી(મુસ્લીમ)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરીને તેના પુત્ર સલીમ સહિત બે શખ્સોએ ધમકી આપ્યા અંગેની જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.

ઉસ્માનભાઇ ઘાંચીએ તેના પુત્ર સલીમ ઉસ્માનભાઇ ઘાંચી, સાદીક સલીમભાઇ ઘાંચી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ઉસ્માનભાઇ ઘાંચીએ હળવદ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે આજથી આશરે વીસેક દિવસ પહેલા અમારી માલીકીની જમીન વેગડવાવ રોડ ઉપર આવેલ છે. ત્યાં અમોએ જમીનમાં પાણીનો બોર કરાવેલ છે. જે રૂપીયાની લેતી-દેતી બાબતે આજથી ૧૦ દિવસ પહેલા મે મારા દિકરાને જુના  દેવળીયા ચોકડી ઉપર કિસ્મત હોટલે બોલાવેલ હતા.

ત્યારે અમારા બન્ને વચ્ચે રૂપીયા લેતી-દેતીનું સમાધાન થયેલ નહી અને અમારા બંન્ને વચ્ચે બોલાચાલી થયેલ. ત્યાંથી તે હળવદ આવતો રહેલ હતો. ત્યાર બાદ આજ રોજ તા.૧-૬-ર૦ર૦ના સવારના રોજ નવેક વાગ્યાના અરસામાં કિસ્મત હોટલ દેવળીયા ખાતે આવેલ અને અમોએ તેને કહેલ કે તું મારી માલીકીની જમીનમાં કુકડાનું કતલખાનું બંધ કરી દેજે.

ત્યાર બાદ ઉસ્માનભાઇ ઘાંચીએ તેને કહયું હતું કે તા.ર૦-પ-ર૦ના રોજ મામલતદાર કચેરી હળવદ ખાતે કુકડા કેન્દ્ર બંધ કરવાની અરજી આપેલ છે. તેમ છતા પણ મને ધમકી આપીને જતા રહયા છે જેથી આ બંન્ને સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉસ્માનભાઇ ઘાંચીએ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે.

(11:34 am IST)