Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કચ્છ થઈને ગુજરાતના દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો નાપાક કારસો- ૧૯ કિલો ચરસ ઝડપાયું

જખૌ નજીક લક્કી ક્રીકમાંથી નેવી ઇન્ટે. અને બીએસએફ દ્વારા ૨૮.૫ લાખનું ૧૯ કિલો ચરસ જપ્ત

ભુજ, તા.૨: વાયા કચ્છ થઈને ગુજરાતના દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ દ્યુસાડવાનો નાપાક કારસો ચાલી રહ્યો છે. પડોશી દેશના ડ્રગ્સ માફિયાઓ દ્વારા ચાલતા ડ્રગ્સ દ્યુસાડવાના કારોબારનો પર્દાફાશ ભારતીય સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.

નેવી ઇન્ટેલિજન્સ અને બીએસએફે વધુ એક ધડાકો કરીને કચ્છના દરિયામાંથી ૧૯ કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સંદર્ભે નેવી ઇન્ટેલિજન્સને મળેલ ઇનપુટના આધારે બીએસએફના માર્કોસ કમાન્ડોનો સહયોગ લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં જખૌ નજીકની ક્રિકમાં લક્કી નાળા પાસે ૧૯ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ૨૮.૫ લાખની કિંમતનો ચરસનો આ જથ્થો બિન વારસુ મળી આવ્યો હતો. અહીંથી તાજેતરમાં જ કચ્છ પોલીસ તેમ જ બીએસએફ દ્વારા પણ ચરસનો બિનવારસુ જથ્થો ઝડપાઇ ચુકયો છે.

(11:33 am IST)