Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મોરબીમાં પાનમાવાની એજન્સીમાં જીએસટીના દરોડાઃ સાહિત્ય કબ્જે : વપારીઓમાં ફડફડાટ

મોરબી,તા.૨ :  મોરબીના નવાડેલા રોડ પર આવેલ હોલસેલ એજન્સીની ઓફીસ તેમજ ગોડાઉનમાં જીએસટી ટીમે દરોડા કર્યા હતા અને સાહિત્ય કબજે લઈને ટીમ રવાના થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ  જીએસટી ટીમ મોરબી ત્રાટકી હતી જીએસટી ટીમ દ્વારા મોરબીના નવાડેલા રોડ પરની કમલેશ એજન્સીમાં દરોડા કર્યા હતા નવાડેલા રોડ પરની કમલેશ એજન્સીની ઓફીસ ઉપરાંત સુધારાવાળી શેરીમાં આવેલ ગોડાઉનમાં પણ ટીમે ચેકિંગ કર્યું હતું અને એજન્સીનું સાહિત્ય કબજે લઈને ટીમ રવાના થઇ છે તો જીએસટી ટીમની કાર્યવાહીને પગલે હોલસેલ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(11:29 am IST)