Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ઉપલેટાની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૬ની રૂ.૮૯ હજારના મુદામાલ સાથે ધરપકડ

ઉપલેટા, તા., ૨: અહીંયા ઉપલેટા પોલીસ દ્વારા નિલાખા ગામની સીમમાં આવેલ ગારીમાં વેણું નદીના કાંઠે આવેલ વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરતા ૬ જુગારીઓને રૂ. ૮૯,૮પ૦ ના મુદામાલ સાથે ઉપલેટા પોલીસે ધરપકડ કરેલ છે.

ધરપકડ કરાયેલ આરોપીમાં દિનેશભાઇ મેણસી ચંદ્રવાડીયા, નિલેશ કારાભાઇ મકવાણા, દિનેશ ધીરૂભાઇ ચંદ્રવાડીયા, હમીર રામભાઇ ડાંગર, રમેશ પરબતભાઇ કરમુર, અલ્પેશ ભાદાભાઇ ચંદ્રવાડીયા, રે. બધા ઉપલેટા વારા (ને રૂ. ૧૩,૩પ૦ રોકડા તથા  મોબાઇલ નંગ-૪ કિંમત રૂ. ૬પ૦૦ તથા મોટર સાયકલ નંગ-૪ કુલ મુદામાલ રૂ. ૮૯,૮પ૦ના સાથે ઉપલેટા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરેલ છે.

ભાયાવદર પોલીસે દારૂ સાથે ૪ ની ધરપકડ

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે પોલીસે ગઇકાલે જુદી જુદી ૪ જગ્યાએ દેશી દારૂ અંગેની રેડ કરેલ હતી જેમાં ખીરસરા ઘેટીયા ગામે ભાનુબેન કરશન વાઘેલાને દારૂ લીટર ૩ કિંમત રૂ. ૬૦ તથા ખારસીયા ગામે દિનેશ ટપુ ચૌહાણને દારૂ લીટર ૪ કિંમત રૂ. ૮૦ તથા ભાયાવદર ગામે રજાક ઉર્ફે રીજવાન વલીમામદને દારૂ લીટર ૩૦ કિંમત રૂ. ૬૦૦ તથા નવાપરા ગામે કૈલાશબા મોહબતસિંહ ચુડાસમાને દારૂ લીટર પ કિંમત રૂ. ૧૦૦ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

(11:28 am IST)