Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જામજોધપુરના સુપ્રસિદ્ઘ યાત્રાધામ બાવીસકોટડા જવાનો એકમાત્ર પુલ ગત એક વર્ષથી પાણીમાં

લાખો શ્રદ્ઘાળુઓની આસ્થાનું પ્રતીક સમા : જયાં રોજ હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છેપગપાળા માનતા પુરી કરવા આવે છે, અનેકો અનેક રજૂઆતો છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં ગયા ચોમાસામાં પુલ પૂરના પાણીમાં ગરકાવ થયેલ હજુ પણ પરિસ્થિતિ જેસે થે

મોટી પાનેલી, તા.૨: જામજોધપુરથી સાત કિલોમીટર દૂર આવેલો ઐતિહાસિક પૌરાણિક બાવીશી માતાજીનું મંદિર જે નજીકનાજ ગામ બાવિશીકોટડા ની સામે નદી પાર આવેલું છે અંદાજે ચારસો વર્ષ પૂર્વે જેતે વખતના ગીર પંથકના રાજા રજવાડાની બુરી નજરથી બચવા બાવીશ ચારણ બહેનોએ અહીં હાલાર માં વેણુ નદીને કાંઠે જંગલ વિસ્તાર માં પોતાના માલઢોર સાથે વસવાટ કરેલો પરંતુ આ ગીર પંથકના રજવાળાએ આ બહેનો નો પીછો ના છોડતા છેક હાલાર પંથકમાં પહોંચી ગયેલ વેણુ નદીને કાંઠે વસ્તી આ બહેનોને જયારે લાગ્યું કે હવે જીવવું કઠિન છે ત્યારે રાજાને શ્રાપ આપી જીવતો સળગાવી પોતે પણ ત્યાંજઙ્ગ જીવતા સમાધિ લઈને ધરતીમાં સમાઈ ગયેલ.ત્યારથી એ વગડાનું નામ બાવીશીકોટડા તરીકે પ્રસિદ્ઘ થયું.

કંઈક આવો જાજરમાન ઇતિહાસ ધરાવતા આ આઈ બાવીશી માં ના મંદિરે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ઘાળુ ઓ દર્શને આવે છે માં ની માનતા પુરી કરવા ચાલીને પણ શ્રદ્ઘાળુ પહોંચે છે મંદિર પ્રશાસન દ્વારા રોજ હજારો માના ભકતોને નિઃશુલ્ક પ્રસાદી પણ પીરસવામાં આવે છે લાખો શ્રદ્ઘાળુ ઓની આશ્થા નું પ્રતીક માં બાવીશી આઈ ના મંદિરે પહોંચવા માટે બાવીશીકોટડા ગામની સામે નદી પાર કરીને પહોંચવું પડે છે નદી પર સરકારી તંત્ર દ્વારા બેઠો પુલ બનાવા માં આવેલ છે પરંતુ ગત સાલ મુશળધાર વરસાદ ને લીધે ભયકંર પૂર આવતા આખો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયેલ મહિનાઓ સુધી મંદિરે અવાજવાનો રસ્તોજ બંધ થઇ ગયેલ શ્રદ્ઘાળુઓ માનતા પુરી કરવા અડધેથી પાછા ફરી જતા. ત્યારબાદ મંદિર પ્રશાસને માટી નાખી નાના વાહનો આવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી કામચલાઉ ધોરણે રસ્તો કાઢ્યો. પરંતુ ફરી પાછું ચોમાસા એ દસ્તક દીધી છે ત્યારે આ માટી માખેલ રસ્તો કેટલા દિવસ ટકશે??? એક વર્ષ પુરુ થવા આવ્યું કેટકેટલી રજૂઆતો કરી છતાં પણ તંત્રના બહેરા કાને કાંઈ જાણે સંભળાતું જ નથી!!

આસ્થા અને શ્રદ્ઘા ના વિશ્વાસે લોકો સાહસ ખેડીને પણ નદીને પાર કરી દર્શન માટે પહોંચે છે કયારે કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની???કે પછી કોઈ અકસ્માત સર્જાવાની રાહ જોવાઈ રહી છે?? તંત્ર ઘોર નિંદ્રામાંથી કયારે જાગશે અને આ લાખો શ્રદ્ઘાળુ ની આસ્થા જયાં ટકેલી છે તેવા સુપ્રસિધ્ધ મંદિરે જવાનાં પુલનું નિર્માણ કયારે કરશે. આ અંગે ગ્રામજનો નો સંપર્ક સાધતા લોકો કહેતા જોવા મળ્યા કે સરકારને અમે બે હાથ જોડીને વિનતી કરીયે છીએ કે શ્રદ્ઘાળુઓ માતાજીની માનતા પુરી કરવા ચોમાસા માં નદીના ઘૂઘવતા પાણીમાં પણ સાહસ કરીને મન્દિરે જતા જોવા મળે છે ત્યારે ગામ લોકોના જીવ તળિયે ચોંટી જાય છે પાણીના પ્રવાહમાં કોઈ ઘટના ના બને તેવી મનોમન માતાજીને પ્રાર્થના કરીયે છીએ.

(11:27 am IST)