Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોના વચ્ચે જૂનાગઢ જિ.ના ખેડૂતો આપે છે ખુશીના સમાચાર ૧૯૨૫૦ વિઘા જમીનમાં આગોતરી મગફળીનું કર્યું વાવેતર

કાઠીયાવાડી બદામ આપણી મગફળીનું ધરતીપુત્રોએ શરૂ કર્યું આગોતરૃં વાવેતર

જૂનાગઢ,તા.૨:  સુકોમેવો બદામ આપણે મોંઘી પડે છે. પરંતુ આપણી કાઠીયાવાડી બદામ તો મગફળી છે. કાઠીયાવાડીઙ્ગ બદામ થી સૌરાષ્ટ્રનું કોઈ ઘર ખાલી ન હોય,એમાંય જો નાના બાળકો મગફળીના દાણા અને ગોળનો ઉપયોગ નાસ્તામાં કરેતો  કુ-પોષણ ગાયબ થઈ જાય એટલી તાકાત ગોળ અને માંડવીમાં છે.

ચારે બાજુ સમાચાર જયારે કોરોનાના કહેરના આવી રહયા  છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના પાણીદાર ખેડુતો સૌથી મોટા સમાચાર આપવા જઈ રહ્યા છે. હા આપણાં માટે આ ખુશીના સમાચાર એટલે આગોતરી વાવણી.વૈશાખી વાયરા અને ચૈત્રી દનૈયા તપ્યા બાદ પીયતની સુવિધા છે તેવા ખેડૂતો હોંશે હોંશે આગોતરી મગફળીનું વાવેતર કરે છે. તેમ નાની ધણેજના ખેડૂત સોનીંગભાઈ જુંજીયા જણાવ્યુ હતુ.

જિલ્લા ખેતીવાડી અધિકારી દિપક રાઠોડના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાંઙ્ગ ૩૦૮૦ હેકટર અર્થાત ૧૯૨૫૦ વિઘા જમીનમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે.આગોતરું વાવેતર થતાં વિઘા દીઠ મગફળીનું ઉત્પાદન વધુ થાય છે. તેમજ મગફળીની ગુણવત્ત્।ા પણ સારી થાય છે

તાલુકાવાર આગોતરી મગફળી વાવેતરમાં આંકડા જોઈએ તો જૂનાગઢ તાલુકો ૨૫૦ હેકટર,માંગરોળ ૪૫૦, કેશોદ ૨૦૦, માણાવદર ૨૦, વંથલી ૧૩૫૦ હેકટર, માળીયા ૧૦,મેંદરડા ૫૦ હેકટર,અને વિસાવદર તાલુકામાં ૭૫૦ હેકટરમાં આગોતરૂ વાવેતર થયું છે.

આગોતરા વાવેતરમાં મગફળીનું ઉત્પાદન ગુણવત્ત્।ા સારી આવવા સાથે ખેડૂતો આ મગફળી કાઢી શીયાળું પાક જેમાં ડુંગળી,શાકભાજી,ઘાસચારાનું પણ આગોતરું વાવેતર કરી શકે છે. ઉપરાંત તેમનુ ખેત ઉત્પાદન બજારમાં વહેલું આવવાથી ભાવો પણ સારા મળે છે.

(11:24 am IST)