Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ભૂજમાં કુરિયરની ઓફિસના તાળા તોડી સાડા ત્રણ લાખની ચોરી

ભુજ, તા.ર :  લોકડાઉન અને હવે અનલોક સરકાર દ્વારા પ્રતિબંધો હળવા થતા જ કચ્છમાં ગુનાખોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે. ભુજના રાવલવાડી રિલોકેશન સાઇટ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરમાં કુરિયરની ઓફિસ તસ્કરોનું નિશાન બની હતી. ઇન્સ્ટાકાર્ડ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં તસ્કરોએ તિજોરી તોડી રોકડા ૨ લાખ ૧૭ હજાર ઉપરાંત ૧ લાખ ૨૯ હજારની કિંમતના દસ મોબાઈલ ફોન સાથે ૩ લાખ ૪૭ હજારની માલમતા ચોરી હતી. તસ્કરો સીસી ટીવી સાથે સીડીઆર પણ ઉઠાવી ગયા હતા. ભુજ એ ડિવિઝન પોલીસે કુરિયર કંપનીના કર્મચારી રમેશ મેરિયાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)