Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જામનગરમાં રેંકડીઓવાળાને કનડગત મુદ્દે કમિશ્નર ઓફિસમાં રાતભર ધરણા

ભાજપ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો ધરણા : ઇતિહાસમાં રાતે મહાનગરપાલિકામાં ધરણા ચાલ્યા હોય એવી આ પ્રથમ ઘટના

જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર રેકડીઓ વાળાને કનડગત કરતી હોવાની રાવ સાથે જામનગર મહાનગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા છેલ્લા 24 કલાકથી કમિશ્નર ઓફિસમાં ધરણા પર ઉતર્યા છે. ગઈકાલે સવારે 11 વાગ્યાથી ભાજપના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા રેંકડી-પથારા વાળાના પ્રશ્ને સૌ પ્રથમ વખત આ પ્રકારે ધરણા કરવામાં આવ્યા છે. જામનગરના ઇતિહાસમાં અત્યાર સુધીમાં રાતે મહાનગરપાલિકામાં ધરણા ચાલ્યા હોય એવી આ પ્રથમ ઘટના છે.(તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(10:20 am IST)