Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ગોંડલ માર્કેટ યાર્ડમાં તલની 18થી 20 હજાર ગુણીઓની આવક :પૂરતા ભાવો નહીં મળતા ખેડૂતો ભારે નારાજ

ગતવર્ષની સરખામણીએ 200 થી 300 રૂપિયા ઓછા ભાવ

ગોંડલ : સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ કે જ્યાં વિવિધ જણસીનું  મુખ્ય કેન્દ્ર બન્યું છે. જેમાં ખાસ કરીને ઘઉં, ચણા, મરચા, ધાણા, કપાસ, ડુંગળી સહિતની ખેત પેદાશોમાં અગ્રતા ધરાવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં તલની પણ મબલખ આવક થઈ છે. અંદાજીત 18 થી 20 હજાર ગુણીઓની આવક થતા ગત વર્ષ કરતા આ સાલ તલના પાકનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે

  . યાર્ડના સત્તાધીશો દ્વારા તલની હરરાજી શરૂ થતાં તલનો ભાવ હાલ 1500 થી 1600 સુધીના ભાવો મળ્યા હતા. પરંતુ આ ભાવ ગત વર્ષની સરખામણીએ ઑછા હોય જેને લઈ ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી.

 આ અંગે યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળાએ જણાવ્યું હતુ કે ગત વર્ષ કરતા વધુ પાક થતા અને એક્સપોર્ટની માંગ હાલ ઓછી હોય હાલ બે હજાર જેવી જ ગુણી વેચાઈ રહી છે. ગત વર્ષે એક્સપોર્ટરોની માંગ નીકળતા ભાવ વધુ હતા જે હાલ માંગ નથી જેથી ખેડૂતોને ગતવર્ષની સરખામણીએ 200 થી 300 રૂપિયા ઓછા ભાવ મળેલ છે.

(9:47 am IST)