Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

લે બોલ ! હવે મોરબી જીલ્લામાં મકાન ભાડે મેળવવા માટે માતા-પિતા પાસેથી લેખિત સંમતિ મેળવવી પડશે

મોરબીઃ મોરબી જીલ્લામાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે વ્યક્તિ માટે તેમના માતાપિતા પાસેથી સંમતિપત્ર રજૂ કરશે તેમને મોરબીમાં ભાડે મકાન આપવામાં આવશે આ જાહેરનામું એકલા મોરબી ભાડે રેહવા આવતા વ્યક્તિઓ માટે બહાર પાડવામાં આવ્યું છે.

મોરબીના અધિક જિલ્લા કલેકટર કે પી જોશીએ તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું બીજા જાહેરનામાં કરતા એમ અલગ પડે છે કે આ જાહેરનામાં એવો ઉલેખ કરવામાં આવ્યો છે કે મોરબી ઉધોગ નગરી છે તો અહી મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે આવતા હોય છે. જેના કારણે તેમને એકલા પણ રહેવું પડે છે. કેટલાક અભ્યાસ માટે પણ મોરબી આવતા હોય છે. તેથી વાલીનો સંમતિપત્ર સાથે લાવે જેથી કોઈ અનિચ્છનીય બનતા અટકાવી શકાય.

કલેકટર, કેતન જોષીએ આ મામલે જણાવ્યું કે, ' મોરબી જિલ્લામાં બીજા રાજ્યોમાંથી પણ લોકો મજૂરી કામ માટે આવતા હોય છે. તે કયા હેતુથી અહીં રહે છે અને ક્યાં કામ કરે છે તેની જાણકારી હોવી જોઇએ. અમને મળેલી સતા અનુસાર સી.આર.પી.સી ૧૪૪ હેઠળ જાહેરનામું બહાર પાડેલ છે એક બાબત ખાસ સાંકડી લેવામાં આવી છે કે કોઈ સિંગલ યુવક કે યુવતી કોઈ મકાનમાં ભાડે રહે તો તેમનો રેહવાનો હેતુ અને તેના વાલીઓની સંમતિ આ બે વસ્તુનો જાહેરનામાં ઉમેરો કર્યો છે. આ બાબતની ખાસ તકેદારી રાખી છે આ જાહેર નામનો ચુસ્ત અમલ થવો જોઇએ.'

મોરબી-માળિયાના ધારાસભ્ય, બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, 'કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરૂષ હોય જો એ રેહવા માટે મોરબી આવે તેમના વાલીઓ તરફથી તેમનું પ્રમાણપત્ર અને ક્યાંથી આવે છે તેના પુરવા ઈચ્છનીય છે પરંતુ આ જાહેરનામું જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈએ ખરેખર અમલ કરવામાં આવે તો ઘણાં અનઇચ્છનીય બનાવો રોકી શકાય છે.'

(6:25 pm IST)