Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સૌરાષ્ટ્રમાં થઈ મેહુલીયાની પધરામણી : અમરેલી - ભાવનગર પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસ્યો વરસાદ : લોકોને મળી ગરમીથી આંશિક રાહત

અમરેલીઃ અમરેલી જિલ્લાના વાતાવરણમાં શનિવારે બપોરે અચાનક પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો. બપોર સુધી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ તો અમરેલીના નાના લીલિયા, વનડા, ફિકાદ, મેકડા, સાવરકુંડલામાં વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાને લીધે ઠંડક પ્રસરી જતાં લોકોને થોડો સમય ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદને કારણે તાપમાનનો પારો નીચે ઊતર્યો હતો. સાંજે ચાર વાગ્યાની આસપાસ તાપમાન 39થી 40 ડિગ્રીની વચ્ચે રહી ગયું હતું. અમરેલીમાં વરસાદની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી. અહીં પણ હવામાન પલટાયું હતું. ગારિયાધરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

(5:38 pm IST)