Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મોરબીમાં અકસ્માતમાં ઘવાયેલા દિપકભાઇ ધોળકીયાનું મોત

નાનીવાવડી ગામે આખલાએ બાઇકને ઉલાળતા ચાલકને ઇજા

મોરબી, તા.૨:  મોરબીના ઘૂટું રોડ પર બાઈકમાં સ્લીપ થતા એક નું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

મળતી વિગત મુજબ ગત તારીખ ૨/૫ ના રોજ રતનબેન જોગડિયા અને દીપક મગનભાઈ ધોળકિયા બાઈક પર ઘૂટું રોડ પર જતા હતા ત્યારે કોઈ કારણોસર આઈ.ટી.આઈ પાસે બાઈક સ્લીપ થતા તેમાં સવાર દીપકભાઈ ને ગંભીર ઈજા થતા તેને પ્રાથમિક સારવાર મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું સારવાર દરમિયાન મોત નીપજય હતું આ અગે પોલીસે નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબીના નાની વાવડી ગામે રેહતા કાચા ધવલ વલ્લભભાઈ (ઉ.વ.૨૬ ) કોઈ કામ સબબ લાલપર બાઈક પર ગયો હતો ત્યાંથી તે સાંજના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે વાવડી ચોકડી પાસે આખલાએ તેના બાઈક ને ઠોકર મારતા ધવલ ગભીર રીતે દ્યવાયો હતો જેને સારવાર માટે હોસ્પ્તીલ ખસેડવામાં આવ્યો હતો અને સદનસીબે તેની બાઈકમાં સવાર બે વર્ષ બાળકને કોઈ ઈજા થઇ નથી.(૨૨.૧૦)

(4:26 pm IST)