Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ભુજમાં છરીના ઘા ઝીંકી યુવતિની કરપીણ હત્યા

આધુનિક પહેરવેશમાં સજજઃ ૩૦ થી ૩પ વર્ષની હોવાનું અનુમાન, પંથકમાં ચકચાર

ભુજ, તા.૨: અહીંના પાલારા પાસેથી છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી ફેંકી દેવાયેલ યુવતિની લાશ મળી આવતા શહેર  સહિત ગ્રામ્ય પંથકમાં ચકચાર જાગી છે.

વિગત મુજબ ભુજ ના પાલારા પાસે અંદાજિત ૩૦ થી ૩૫ વર્ષીય આધુનિક પહેરવેશમાં સજ્જ યુવતીની છરીના દ્યા સાથે મળી આવેલી લાશને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વનતંત્રના કર્મચારીએ લોહીના ખાબોચિયા સાથે યુવતીની લાશ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. આ દ્યટનાને પગલે ભુજ એ ડીવીઝન પોલીસે દ્યટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

મૃતક યુવતીએ આછા બ્લુ રંગનું આછી ચેકસ વાળું શર્ટ, બ્લુ જીન્સ પેન્ટ, ગુલાબી આસમાની કલરનો સ્કાર્ફ અને સફેદ કલરની હાઈ હીલ વાળી ચપ્પલ પહેરી છે. આ યુવતી અહીં કેવી રીતે આવી ? કોણે તેની હત્યા કરી હશે ? એ ચર્ચા અને રહસ્ય વચ્ચે પોલીસે યુવતીની લાશની તપાસ શરૂ કરી છે. કોઈએ તેની બહેરેમી પૂર્વક ક્રૂર હત્યા કરી છે. હત્યારાએ બોથડ પદાર્થ ઝીંકીને ગઈકાલ રાત થી આજ સવાર સુધી માં આ યુવતીની હત્યા નિપજાવી હોવાનું અનુમાન છે.

જોકે, મૃત્યુ નું કારણ પી.એમ. રિપોર્ટ બાદ જ જાણવા મળશે. પરંતુ, ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી વધુ તપાસ અને ડોગ સ્કવોડની મદદ લઈને હત્યારા ના સગડ મેળવવાની તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. (૨૩.૧૧)

(4:26 pm IST)