Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ, ડિઝલ, ગેસના ભાવવધારો સામે કોંગ્રેસનો વિરોધ - હલ્લાબોલ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના જનમિત્રો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકા તેમજ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન સેલ તેમજ કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકરોથી માંડીને ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી. ગેસ અને રાંધણ ગેસ સિલિન્ડરના અસહ્ય ભાવ વધારા અને ભાજપના વહિવટના વિરોધમાં સુરેન્દ્રનગર મેગા મોલ પાસે આવેલ વોરા પેટ્રોલ પંપ પાસે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અગ્રણીઓએ રોષભેર જણાવેલ કે, ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ, દવાઓ, આરોગ્ય સેવા, શિક્ષણ સેવા, પેટ્રોલ - ડિઝલ અને સીએનજી ગેસ અને રાંધણ ગેસ સિલિન્ડર અસહ્ય ભાવ વધારો ચ્ીંકી દેતા દેશની પ્રજાનું જીવન વ્યવહાર અને ગૃહિણીનું બજેટ ખોરવાઇ ગયેલ છે. પેટ્રોલ - ડીઝલ અને સીએનજી ગેસ અને રાંધણગેસ સિલિન્ડર અસહ્ય ભાવ વધારા સામે વિરોધ વંટોળ ઉભો થતા પ્રજાની મશ્કરી સમાન પેટ્રોલમાં એક પૈસાનો ઘટાડો જાહેર કરી આશ્વાસન અપાય છે... આ મામલે સત્વરે યોગ્ય કરી સત્વરે ભાવ વધારો પાછો ખેંચવા માંગણી ઉચ્ચારાઇ છે. સૂત્રોચ્ચાર કરતા ગિરિરાજસિંહ ઝાલા, નિલેશ વાઘેલા, જગદીશભાઇ, પંકજ પુજારા, અલ્તાફભાઇ સહિતના કોંગ્રેસી કાર્યકરો દર્શાય છે. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)(૨૧.૧૮)

(12:51 pm IST)