Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મોરબીમાં ધુળકોટ ગામે સ્કોર્પિયોમાંથી બંદુક-છરી પકડાઇઃ બે શખ્સો શખ્સો છૂ

તા.૨: મોરબી તાલુકાના ધુળકોટ-આમરણ ગામે શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીમાંથી એક દેશી બનાવટની બંદુક અને ૨ છરી પકડાઇ હતી. જો કે બે શખ્સો નાસી છુટયા હતા. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રાથમિક શાળા નજીક જીજે ૧૨ સીડી ૮૭૯૧ વાળી સ્કોર્પિયો ગાડીમાં રહેલ બે અજાણ્યા ઇસમો પોલીસને જોઇને નાશી છૂટતા પોલીસને ગાડી શંકાસ્પદ જણાતા તલાસી લેતા તેમાંથી દેશી બનાવટની બંદુક કીંમત રૂ.૨૦,૦૦૦/, ૨ નંગ છરી કિંમત રૂ.પ૦ મળી આવતા સ્કોર્પિયો ગાડી કીંમત રૂ.૧,પ૦,૦૦૦/ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ એન.જે. રાણાએ ફરીયાદી બનીને વધુ તપાસ આર.જે.જાડેજા ચલાવી રહ્યા છે. (૨૩.૯)

 

(12:50 pm IST)