Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ટંકારાના ઓટાળા ગામે ટ્રેકટર નીચે ચગદાઇ જતા ભરવાડ બાળાનું મોત

બાળા ટ્રેકટર નીયે રમતી'તીને ડ્રાઇવરે ચાલુ કર્યુ

ટંકારા તા.૨: ટંકારા ના ઓટાળા ગામે ટ્રેકટર ની લારી નિચે આવી જતા દોઢ વર્ષની ભરવાડ બાળકીનુ મોત નીપજયું હતું. રમતી બાળકીને ક્ષણભરમાં જ કાળ ભરખી જતા ગામમાં અરેરાટી વ્યાપી છે. મળતી વિગતો મુજબ ઓટાળા ગામે રહેતા ભરવાડ રમેશ ગોલતર ની દોઢ વર્ષ ની લાડકવાઇ દિકરી સવારે રમતા રમતા શેરી મા ઊભુ રાખેલ ટ્રેકટર ની લારી નીચે ધુસી જતા અને ટ્રેકટર ચાલક એ અજાણતા ટ્રેકટર ચાલુ કરતા બાળકી નુ ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. પોલીસે ટ્રેકટર ચાલાક સાથે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૨૨.૮)

(12:50 pm IST)