Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ત્રીજી બાળકીનો જન્મ થતા લીંબડીના ભૃગુપુરની મહિલા હોસ્પિટલમાંથી 'છુ'

નવજાત બાળકીને દવાખાને મુકી દીધુઃ ત્રીજી બાળકીને સ્વીકારવાની 'નાઃ સમજાવટનો પ્રયાસ

વઢવાણ તા.૨લીંબડીના ભૃગુપુરની મહિલા ડિલીવરી બાદ હોસ્પિટલમાંજ નવજાત બાળકીને રેઢી મુકી પરિવાર સહિત છનન થઇ જતા તરેહ-તરેહની ચર્ચા જાગી હતી.. ત્રીજી બાળકીનો જન્મ થતાં સ્વીકારવાની 'ના' પાડી હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત વિગત મુજબ લીંબડી તાલુકાના ભૃગુપુર ગામની મહિલાને ડિલીવરી સમયે સારવાર માટે લીંબડી આર.આર. હોસ્ટિપલમાં ખસેડવામાં આવી હતી જયાં બાળકીનો જન્મ થયો હતો. પરંતુ તાજી જન્મેલ બાળકીનેે હોસ્પિટલમાં જ મુકી માતા સહિત પરિવાર રાત્રે ફરાર થઇ ગયો હતો.

જોકે હોસ્પિટલના સ્ટાફ દ્વારા મહિલાને સમજાવીને પાછી બોલાવવામાં આવી હતી, પરંતુ બાળકીને સ્વીકારવાની ''ના'' પાડી રહી છે કારણે એ લાગી રહયું છે કે બે બાળકી ઉપર ત્રીજી બાળકીનો જન્મ થતાં માતા મુકી ચાલી ગઇ હતી. બાળકીના પિતા અનેે પરિવાર હજુ સુધી હોસ્પિટલમાં આવ્યા નથી. માતાને પોલીસે સમજાવ્યા બાદ હાલ બાળકીને તેની માતાને સોંપવામાં આવી હતી. (૧.૧૬)

(12:49 pm IST)