Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ભાણવડનાં વાનાવડ અને ગોપાલપરા નેશમાં જુગાર રમતા ૮ ઝડપાયા

ભાણવડ તા. ૨: વાનાવડ માં પીએસઆઇ પી.એ. જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ જયદેવસિંહ જાડેજા, મશરીભાઇ ભોચીયા, પો.કોન્સ. પરેશભાઇ સાંજવા, રાજદિપસિંહ જાડેજા, દેવન્દ્રસિંહ જાડેજા, તથા નિલેશભાઇ કારેણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હેડ કોન્સ. જયદેવસિંહ જાડેજાને વાનાવડ ગામે જુગાર ચાલી રહયો હોવા ની ચોક્કસ બાતમી મળતા રેડ કરવામાં આવી હતી જેમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ જુગાર રમી રહેલા ૧. નાથા માઘા વાઘેલા, ર. મનસુખ મંગા વેગડા, ૩. મનસુખરાણા ધુળા, ૪. મનસુખ શકરા બાટા તથા ગોવિંદ નથુ ધુળા નામના પાંચ દલિત શખ્સોને રૂ. ૭૮૨૦/- ની રોકડ રકમ સાથેે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ગોપાલપરા નેશમાં જુગાર ચાલી રહયો હોવાની ચોક્કસ બાતમી પીએસઆઇ એચ.આર કુવાડીયાને મળતા તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના હેડ કોન્સ. કનુભાઇ મકવાણા, પો.કોન્સ. પરેશભાઇ સાંજવા, રાજદિપસિંહ જાડેજા, વિપુલ ભાઇ હેરભા, નિલેશભાઇ કારેણા, સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમી રહેલા શખ્સો ૧ આલા રૂડા સોલંકી, ર. અરશી અરજણ બંધીયા, ૩. વિરમ રૂડા સોલંકીને ઝડપી લીધા હતા જયારે બે શખ્સો વશરામ રૂડા સોલંકી અને જીણા રૂડા સોલંકી નાસી જવામાં સફળ રહયા હતા. (૧.૧૪)

(12:48 pm IST)