Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

લીલીયાના અંટાળીયામાં કાર હડફેટે યુવકનું મોત

અમરેલી, તા. ર : લીલીયાના અંટાળીયાના ઠાકરશી કિકાણીભાઇ (ઉ.વ.૪પ) નામના યુવાન પોતાનું મોટર સાયકલ લઇ જઇ રહ્યા હતાં ત્યારે મારૂતી એસ.એક્ષ૪ કાળા કલરની જીજીપ સીઇ-૩૮૮૧ના ચાલકે મારૂતિ અથડાવી માથામાં ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયાની ફરીયાદ લીલીયા પોલીસ મથકે નોંધાવવા પામી હતી.

છ વાછરડા ગેરકાયદે રાખતા ઝડપાયો

બહારપરામાં રહેતો હાજી ઇસ્માઇલ સોલંકી છ વાછરડા કતલ કરવાના ઇરાદે ગેરકાયદે રાખતા પોલીસે તેની સામે ગુનો થયો હતો.

જુગાર દરોડા

દામનગરના નારણગઢમાં જુગાર રમતા રાજુ ધીરૂ મેર સહિત ચારને પોલીસે રેડ પાડી કિ. રૂ. રર૮૦ રોકડ રકમનો જુગાર રમતા ઝડપી પાડયા હતા.

દારૂ ઝડપાયો

લાઠીના ટોડા ગામે રહેતો વિજય ઉર્ફે લાલો કાથડ બંધીયા નામનો શખ્સના ઘેર પોલીસે રેડ પાડી ઢોર બાંધવાની ગમાણમાંથી પપ નંગ વિદેશી દારૂ કિ.રૂ. ર૦,૩૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.

ખાંભાના પચપચીયામાં ઝેર પીતા મોત

ખાંભાળના પચચચીયામાં રહેતી જયોતીબેન લખમણભાઇ ભરેલીયા નામની કન્યા કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આયખુ ટુંકાવી લીધાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

(12:47 pm IST)