Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ચલાલાના દોંગા પરિવારનો અનોખો પશુપ્રેમ... બળદની સ્મશાનયાત્રા કાઢી કરી અંતિમવિધિ

કોઈપણ પ્રકારના કામમાં ન હોવા છતાયે પરિવારના સભ્યની જેમ જ સેવાચાકરી કરી

ચલાલાઃ વર્તમાન સમયમાં ઘણા લોકો પરીવારના સભ્યની પણ સેવા ચાકરી નથી કરી શકતા... તેવામાં ચલાલામાં પશુ પ્રત્યેનો અખૂટ પ્રેમ, લાગણીનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. ચલાલાના મીઠાપુર પરા વિસ્તારમા રહેતા અને હિરાનુ કારખાનુ ધરાવતા નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ દોંગા અને તેના કાકા જયંતીભાઈ ખેતીના કામ માટે ૧૭ વર્ષ પહેલા બહારથી લઈ આવેલ હતા. છેલ્લા ચાર વર્ષથી ળતને નિવૃત કરી ખેતીનું કોઈ પ્રકારનું કામ કરાવતા નહોતા... સામાન્ય રીતે બળદને નિવૃત થઈ ગયા બાદ વેંચી નંખાય અથવા રેઢો મુકી દેવાતો હોય છે, પરંતુ દોંગા પરિવારે રેઢો મુકવાના બદલે પરિવારના સભ્યની જેમ સાચવી સેવાચાકરી કરી હતી... માંદગીને લીધે બળદ અશકત થવા લાગતા પશુ ડોકટર બોલાવી સારવરા કરાવી પરંતુ કારગત નહી નિવડતા પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું. બળ દના મૃત્યુથી હિંમતભાઈ સહિત દોંગા પરિવારના સભ્યોએ શોકમગ્ન થઈ અંતિમયાત્રા કાઢી હતી. જેમાં દોંગા પરિવારના સ્વજનો, શુભેચ્છકો અને પાલિકાના પદાધિકારી, ભાજપના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. બળદને અબીલગુલાલ, ફુલહાર કરી લીલુ કાપડ ઓઢાડી સ્મશાનયાત્રા કાઢી હિંમતભાઈ ખેતરમાં જ દફનવિધિ કરી અબોલ જીવો પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. તસ્વીરોમાં બળદની વિધિપૂર્વક દફનવિધિ થતી દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ પ્રકાશ કારીયા-ચલાલા)(૨-૮)

(12:46 pm IST)