Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જુનાગઢનાં બાલાગામની મુલાકાતે આર.સી. ફળદુ

 જૂનાગઢઃ જળ એ જીવન છે. પાણી એ પરમાત્માએ માનવજાતને આપેલ મહામૂલો પ્રસાદ છે. માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સુજલામ-સુફલામ જળ અભિયાન દ્વારા રાજયમાં જળ સંચય માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે જુનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર આ ઝુંબેશમાં કેમ પાછળ રહે.... કેશોદ તાલુકાનાં બાલાગામ ખાતે  જિલ્લાનાં સુજલામ સુફલામ જળઅભિયાનની પુર્ણાહુતીની ઉજવણી થનાર છે. આ ઉજવણીમાં રાજયનાં કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યોદ્યોગ, પશુપાલન, વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાનાં દ્યેડ વિસ્તારમાં પાણીની અછત તો વર્તાય છે પણ ચોમાસામાં ઉપરવાસનાં વરસાદથી સમગ્ર દ્યેડ બેટમાં તબદીલ થતા વાર નથી લાગતી, બસ આ સમશ્યાનાં નિવારણ માટે રાજયનાં મુખ્યમંત્રીશ્રીનાં દુરોગામી વિચારોના અમલીકરણ અને કેશોદનાં ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમનાં માર્ગદર્શન તળે જિલ્લા વહીવટીતંત્રની ટીમે લોકભાગીદારી સાથે મધુવન્તી નદીની ટ્રેન્ચમાં જળસંચય અભિયાન દ્વારા ભરાઇ રહેતા જળનું સુવ્યવસ્થાપન કરવા ઝુંબેશ હાથ ધરી હતી. ધેડ વિસ્તારની જળસમશ્યાને નિવારે તેવી મધુવન્તી –ઓઝત કાંઠાનાં કૃષિકારોને ઉપયોગી આ કાર્યને વધાવવા આસપાસનાં કૃષીકારો, પશુપાલકો અને ગ્રામજનો  વિશાળ સંખ્યામાં ઉમટી પડયા હતા.(૨૩.૨)

(12:45 pm IST)