Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જામનગરના દરેડમાં કારખાનાની લિફટમાં ફસાઇ જતા ૧૩ વર્ષના વિક્રમ જાટબનું મોત

ભણગોરમાં યુવકની હત્યામાં ઘનશ્યામ કોળી સહિતની સામે ફરિયાદ

જામનગર તા. ૨ : : મુળ એમ.પી. અને હાલ જી.આઈ.ડી.સી. ફેસ–ર માં રહેતા મલખાનસીંગ અઝુદીપ્રસાદ જાટબ ઉ.વ. ૩ર એ પોલીસમાં જાહેર કરેલ છે કે, દરેડ જી.આઈ.ડી.સી.–ર પ્લોટ નં. ૩ર૬માં  વિક્રમ સંતોષભાઈ જાટબ ઉ.વ. ૧૩ રમતા રમતા માલવાહક લીફટમાં ચડી જઈ લીફટ ચાલુ કરી દેતા લીફટ ઉપર જતા વિક્રમનું માથુ લીફટ તથા છતની દિવાલ વચ્ચે ફસાઈ જતા ગળાનો ભાગ કપાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજેલ છે.

ભણગોરમાં હત્યા

લાલપુર પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ લખુભાઈ પાંડવ એ ફરીયાદ નોંધાવી છે કે, ભણગોર ગામે આ કામના ફરીયાદી ભરતભાઈના નાનાભાઈ નવનીભાઈ લખુભાઈ પાંડવ રે. ભણગોર ગામ, તા.લાલપુર, જિ. જામનગરવાળા ગામની આથમણુ સીમમાં આવેલ પોતાના ખેતરમાં આવેલ ઓરડીની છત ઉપર રાત્રીના સમયે સુતા હતા ત્યારે ઘનશ્યામભાઈ કચરાભાઈ કોળી, રે. ભણગોર ગામવાળાએ કોઈ અજાણ્યા ઈસમો સાથે મળી કોઈ ધારદાર હથીયાર વડે આ નવીનભાઈને માથામાં જીવલેણ ઘા મારી તેમજ હાથેપગે ગંભીર પ્રકારની ઈજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

શ્વાસની બીમારીથી મૃત્યુ

અહીં શરૂસેકશન રોડ ઉપર રહેતા નીતીનકુમાર દશરથલાલ ચોકસી એ પોલીસમાં જાહેર કરેલ છે કે,  દિપકભાઈ દશરથલાલ  ચોકસી, ઉ.વ.પ૬, રે. શરૂસેકશન રોડ, જામનગરવાળા ને અચાનક તેને શ્વાસ ઉપડતા તથા ગભરામણ થતા તેને સારવાર જી.જી.હોસ્પિટલમા સારવાર ચાલુ હતી જે આજરોજ મરણ ગયેલ છે.

(11:54 am IST)