Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગૌકાંડમાં જૂનાગઢ મનપાની ૬ ક્ષતિથી ૧૩૮૦ ગૌવંશના મોતઃત્રણ કર્મચારી સામે પગલાની તજવીજ

સાત દિવસમાં નોટીસનો જવાબ આપવા તાકીદ

જૂનાગઢ તા. ર :.. ગૌકાંડમાં જૂનાગઢ મનપાની ૬ ક્ષતિનાં પરિણામે ૧૩૮૦ ગૌવંશનાં મોત થયાનું અને ત્રણ કર્મચારી સામે પગલા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ કોર્પોરેશન અનુદાનીત ગૌશાળાઓમાં ગૌવંશના ટપોટપ મોતનો મામલો હવે સપાટી પર આવ્યો છે.

આ પ્રકરણમાં મનપાનાં કમિશનર પ્રકાશ સોલંકી અને આસી. કમિશનર જયેશ વાજા સહિતનાં અધિકારીઓએ મીડીયા સમક્ષ સતાવાર વિગતો જાહેર કરતા જણાવેલ કે, કોર્પોરેશનની ૬ ક્ષતિનાં કારણે ૧૩૮૦ ગાયોનાં મોત થયેલ. જેમાં તાત્કાલીન હેલ્થ ઓફીસર, વેટરનરી તબીબ અને સુપરવાઇઝરને નોટીસ ફટકારી ૭ દિવસમાં જવાબ આપવા તાકીદ કરવામાં આવી છે.

વેટરનરી ડો. રાહુલ વાણીયા, કેટલ પાઉન્ડ સુપરવાઇઝર અબુ શેખ અને સેનીટેશન સુપ્રિન્ટેડન્ટ અતુલ મકવાણાને મોકલવામાં આવેલ નોટીસનાં જવાબની પ્રતિક્ષા કરાઇ છે. જેમાં સંતોષકારક પ્રત્યુતર નહિ મળે તો તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુનિ. કમિશ્નર શ્રી પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું.

મનપાની મીડીયા સાથેની વાતચીતમાં ક્ષતીના નામે બચાવનામુ રજૂ કરાયુ હોવાનું જણાવ્યું હતું.ગૌવંશ મૃત્યુ પ્રકરણમાં હાલ તો ત્રણ કર્મચારીઓને નોટીસ પાઠવીને સમગ્ર કાંડ પર પડદો પાડી દેવામાં આવ્યો છે. આગળ હવે શું થાય છે તે જોવુ રહ્યું હતું.સમયાંતરે ૧૩૮૦ ગાયોના મોત અને ૬ ગૌશાળાને ચુકવવામાં આવેલ રૂ. પ૪.૮૮ લાખનો નિભાવણી ખર્ચની બાબતે મનપા તંત્રનાં આગામી પગલા પર મીટ છે.

(11:54 am IST)