Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સુજલામ્ સુફલામ્ અંતર્ગત માણાવદરને રસાલા ડેમ ઉંડો ન ઉતારાતા લોકોમાં રોષ

તાલુકામાં ૫૫માંથી માત્ર ૧૪ ગામોમાં જ જળ સંચયના કામો થયા

માણાવદર, તા.૨ : શહેરના રસાભાડેમને ઉંડોના ઉતારતા ૩૫ હજારની જનતા હવે પાકિસ્તાનમાં હોવાનો અહેસાસ અનુભવ્યો છે. સાથે દેશની પ્રથમ નગરપાલિકા જનસંઘને શહેરની જનતાએ ચૂંટી કાઢી હતી તેની કોઈ જ ભાજપ શાસિત રાજય સરકારે કિંમત નથી કરી તેથી ફિટકાર વર્ષોવી રહ્યા છે.

સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ યોજના હેઠળ સમગ્ર ગુજરાતના ગામડે - ગામડામાં જળાશયો, ચેકડેમો, તળાવો ઉંડા ઉતારવા નદીને પુનઃ જીવિત કરવાની કામગીરી હાથ ધરી હતી.

પરંતુ જૂનાગઢ જીલ્લાના માણાવદર શહેરના અતિ ઉપયોગી રસાલાડેમને ઉંડો ઉતારવાની કોઈ જ કામગીરી થઈ નથી. જેથી તમામ શાસકો - ભાજપ - કોંગ્રેસ સામે પ્રજાજનો ફીટકાર વરસાવી રહ્યા છે. આ ડેમ ઉંડો ઉતારવા પૂર્વપાલિકા પ્રમુખ શ્રી દેવજીભાઈ ઝાટકીયાએ ઉગ્ર માંગ કરી હતી. પરંતુ સુજલામ્ - સુફલામ્ યોજનામાં સમાવેશ થયો નથી.

શહેર ૧૯૪૭માં અહિંના રાજાએ ૫૬૨ રજવાડાઓ આઝાદીમાં જોડી દેવાયા તેમાં સહી નહીં કરી જોડાયા નહોતા. બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલે રાજાઓના એકત્રીકરણમાં લશ્કરની મદદથી કામગીરી કરી હતી. તો શું રાજય સરકાર હજી પાકિસ્તાનમાં જ માણાવદરને ગણે છે? તેવી ચર્ચા ૩૫ હજારની જનતા કરી રહી છે.

હાલ ૬-૬ દિવસે પીવાનું પાણી મળે છે ત્યારે જો રસાલા ડેમ ઉંડો ઉતાર્યો હોત તો જળ સંગ્રહ થઈ શકયો હોત પરંતુ મુળભૂત યોજનાથી ખુદ રાજય સરકારે જ રસાલા ડેમ ઉંડો ઉતારવામાંથી બાકી રાખ્યો છે. આવી કિન્નાખોરી કેમ? તે પ્રશ્ન છે.

(11:53 am IST)