Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જુનાગઢ કૃષિ યુનિ. ના ડો. પી.વી. પટેલને એવોર્ડ

જુનાગઢ તા.૨: જુનાગઢ કૃષિયુનિવર્સિટી, ખાતે નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ તરીકે ડો. પી.વી. પટેલ દ્વારા યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સવાર્ગી વિકાસ માટે રમત-ગમત, સાંસ્કૃતિક સાહિત્યિક, રાષ્ટ્રીય સેવા યોજનાની વિવિધ પ્રવૃતિઓ, ખડક ચઠાણ, વ્યકતવ્ય વિકાસ, નેતૃત્વ વિકાસની તાલીમો, રોજગારી લક્ષી સેવાઓ તેમજ યુનિવર્સિટીનાં વિકાસ લક્ષી કામગીરીઓ, સંશોધન અને વિસ્તરણની વિવિધ પ્રવૃતિઓ તથા વિવિધ સામાજિક પ્રવૃતિઓની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવતા આઇ.આર.ડી.પી. ગ્રુપ ઓફ જનરલ દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ તરીકે ડો. પી.વી. પટેલની ઉત્કૃષ્ઠ કામગીરીથી પ્રભાવિત થઇ તેઓ શ્રીને એ.પી.જે. અબ્દુલ કલામ લાઇફ ટાઇમ એચીવમેન્ટ નેશનલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ.

આ એવોર્ડ  ચેન્ન્ઇ ખાતે યોજાયેલ એવોર્ડ સમારંભમાં હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખશ્રી ડો.એમ. રમાસુબ્રામણી(આઇ.પી.એસ.) નાં હસ્તે એનાયત કરવામાં આવેલ. ડો.પી.વી. પટેલને ડો. એ.પી.જે. અબ્દુલ કલામ લાઇફ ટાઇમ એચીવમેન્ટ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. સમારંભમાં ભારત માંથી વિવિધ ક્ષેત્રનાં વ્યકિતઓને પણ અલગ અલગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છેે જે પૈકી ગુજરાતમાંથી ફકત ડો. પી.વી પટેલને જ આ એવોર્ડ મળેલ છે. આ વિશિષ્ઠ સિધ્ધિ મેળવવા બદલ તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય ક       ક્ષાએ નામના અપાવવા બદલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં માન. કુલપતિશ્રી ડો.એ.આર. પાઠક રાજયની અન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, સંશોધન નિયામશ્રી, ડો. વી.પી. ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એ.એમ. પારખીયા તથા તમામ મહાવિદ્યાલયના આચાર્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, કૃષિ યુનિવર્સિટીનાં વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવેલ છે.

(11:51 am IST)