Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

માંગરોળમાં વેપારી પુત્રની નજર ચૂકવી રૂ. ૯૦ હજારની ઉઠાંતરી

બેંકમાં બોલપેન લેવા ગયો'ને ગઠિયો કળા કરી ગયો

જુનાગઢ, તા. ર : માંગરોળમાં વેપારી પુત્રની નજર ચૂકવી ગઠીયો બેંકના ટેબલ પરથી રૂ. ૯૦ હજારની રોકડની ઉઠાંતરી કરી જતા સનસની મચી ગઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે માંગરોળમાં લાલજી મંદિર પાસે રહેતા વેપારી ઉમેદભાઇ ચંદુલાલ તન્નાનો પુત્ર ગઇકાલે માંગરોળની બેંક ઓફ બરોડામાં પોતાના ખાતામાં રૂ. ૯૦ હજારની રોકડ રકમ ભરવા ગયો હતો.

વેપારી પુત્ર બેંકમાં રસીદ ભરવાના ટેબલ પર રૂ. ૯૦ હજારની રકમ મૂકીને બોલપેન લેવા ગયો હતો ત્યારે અજાણ્યો રૂ. ૯૦ હજારની રોકડની ચોરી કરીને નાસી ગયો હતો.

આ અંગેની જાણ થતા પીએસઆઇ આર.એમ. ચૌહાણે તુરત જ સ્ટાફ સાથે દોડી જઇને તપાસ હાથ ધરી હતી.

હાલ તો પોલીસે વેપારીની ફરીયાદ લઇ બેંકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)