Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

કચ્છમાં બાળકોના મૃત્યુમાં નિષ્પક્ષ ફેર તપાસની માંગણી સાથે કોંગ્રેસના દેખાવો

ભુજ, તા. ૧ : અદાણી જીકે  જનરલ હોસ્પિટલ ના બાળ મૃત્યુ નો વિવાદ હવે તપાસ સમિતિના અહેવાલને પગલે ગરમાયો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસે અદાણી જીકે જનરલ હોસ્પિટલની સામે બેનરો અને સૂત્રોચ્ચાર યોજીને કથળેલી તબીબી સેવાઓની સામે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાંચ મહિનામાં ૧૧૧ બાળકોના મોત અને ૨૦ દિવસમાં ૨૬ બાળકોના મોતના બનાવ ને કારણે સારવાર સામે સવાલો ઉઠાવીને વિરોધ વ્યકત કરતા અદાણી જીકેથી જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની નીચે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલ, પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય વાલજી દનીચા સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો પગપાળા રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અહીં કલેકટર કચેરી સામે પણ કોંગ્રેસે બાળ મૃત્યુ ની દ્યટના ને વખોડી ને નારાજગી વ્યકત કરી હતી.

કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેકટર રેમ્યા મોહન સમક્ષ લેખિત અને મૌખિક માં અદાણી ઞ્ધ્ વિરુદ્ઘ અને હાલની તપાસ સમિતિના કલીનચીટ ના અહેવાલ વિરુદ્ઘ રજુઆત કરી ને આ માંગણીઓ કરી હતી.

રાજય સરકાર બાળ મૃત્યુ મામલે ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ સમિતિ રચી ફેર તપાસ કરે, છેલ્લા ત્રણ વર્ષમાં મૃત્યુ પામેલા નવજાત શિશુઓ ના વાલીઓને મળી તપાસ કરવામાં આવે,સારવાર માં બેદરકારી દર્શાવનાર સ્ટાફ વિરુદ્ઘ પગલાં ભરાય, તપાસ સમિતિ કયાં તબીબ, સ્ટાફ અને વાલીઓને મળી તેનો રિપોર્ટ જાહેર કરવો, રાજય સરકાર હોસ્પિટલનું સંચાલન જાતે કરી લોકોને મફત સારી સારવાર પુરી પાડે, કચ્છમાં થતા તમામ બાળ મૃત્યુ ની તપાસ થાય, તાલુકા કક્ષાએ નવજાત શિશુની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે, કલેકટરે પોતે જે અહેવાલ મંગાવ્યો હતો તેને કલેકટર જાતે જાહેર કરે, તપાસ સમિતિનો બાળ મૃત્યુ નો અહેવાલ રાજયના આરોગ્યમંત્રી અથવા તો આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરવામાં આવે.

(11:44 am IST)