Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ઉપલેટામાં ધારાસભ્ય તથા પાલીકા પ્રમુખની સાકર તુલા

મામલતદારનો નિવૃતી વિદાય સમારંભઃ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો

ઉપલેટા, તા., ૨: ઉપલેટા શહેર તથા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નવનિયુકત ધારાસભ્ય લલીતભાઇ વસોયા, નગર પાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાની સાકરતુલા તથા વય મર્યાદાના કારણે નિવૃત થતા મામલતદાર ભડાણીયાને નિવૃતી વિદાયમાન આપવાનો એક કાર્યક્રમ વિશ્વકર્મા વાડી ખાતે યોજવામાં આવેલ હતો.

આ પ્રસંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સર્વેશ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી (ખીરસરા ગુરૂકુળ) રામાનુજ દાસજી સ્વામી (ભાયાવદર ગુરૂકુળ) ઉપલેટા સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી ધર્મનંદન સ્વામી ઉઘલાવદર મંદિરના હરીવલ્લભદાસનું સ્વામી તથા ટીંબડી ગુરૂકુળના ધર્મસ્વરૂપદાસજી સ્વામી આર્શીવચન આપવા ઉપસ્થિત હતા. સંતોના આર્શીવચન બાદ ધારાસભ્ય લલીતભાઇ વસોયા નગર પાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાનું સાકર તુલા તથા ઉપપ્રમુખ ધવલ માકડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.મામલતદાર ભડાણીયા નિવૃત થતા હોય તેમના નિવૃતી વિદાયમાનનો દિવસ તેમનો જન્મદિવસ હોય તેમને જન્મ દિવસની કેકે કાપી વિદાયમાન આપવામાં આવેલ આ ઉપરાંત આ પ્રસંગે તા.પં. પ્રમુખ લાખાભાઇ ડાંગર, છગનભાઇ સોજીત્રા, પ્રવિણભાઇ માકડીયા, ચેમ્બરના પ્રમુખ વિનુભાઇ ઘેરવડા, કૃષ્ણકાંત ચોટાઇ, રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી, હરસુખભાઇ સોજીત્રા, મયુર સુવા, જગદીશભાઇ ગણાત્રા, ભાવેશભાઇ સુવા, દાનાભાઇ ચંદ્રવાડીયા, રજાકભાઇ હીંગોરા, હાજીભાઇ ટ્રાન્સપોર્ટવાળા, નીલુભાઇ ગોંધીયા, કનેરીયાભાઇ સહીત અનેક સામાજીક આગેવાનો હાજર રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઇ રાણપરીયા તથા કીરીટભાઇ રાણપરીયાએ કરેલ હતું.

શ્રીમદ ભાગવત સપ્તાહ

અહીયા લેઉવા પટેલ સમાજ દ્વારા અધિક માસ નિમિતે નવા લેઉવા પટેલ સમાજ ખાતે તા.૭-૬-ર૦૧૮ થી તા.૧૩-૬-ર૦૧૮ સુધી શોભા વડલાના શાસ્ત્રી શ્રી સુનીલ પ્રસાદ પંડયાના વ્યાસાસને કરેલ છે. આ કથા દરમ્યાન તા.૧૦ના રામજન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ તા.૧૧ના ગીરીરાજ ઉત્સવ તા.૧રના રૂક્ષ્મણી વિવાહ તથા તા.૧૩ ના સુદામા ચરિત્ર બાદ કથાને વિરામ આપવામાં આવશે. આ કથા દરમ્યાન દરરોજ રાત્રે મહિલા મંડળ દ્વારા સત્સંગ રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

(11:38 am IST)