Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

દ્વારકાધીશ મંદિર પરીસરમાં લાઇવ ટેલીકાસ્ટના ઘેરા પડઘા

દ્વારકા, તા., ૨: ભારતના વિશ્વ વિખ્યાત સુપ્રસિધ્ધ જગત મંદિરના પરીસરમાં પરમ દિવસે રાત્રીના સમયે પુરૂષોતમ માસના ઉત્સવ નિમિતે શરદોત્સવના કાર્યક્રમનું સંખ્યાબંધ લોકોએ મોબાઇલ સહિતના ઇલેકટ્રોનીક ઉપકરણોના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ફેસબુક સહીતના લાઇવ ઇલે. સાધનોનો ઉપયોગ કરી કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતા આ બાબતના પડઘા છેક ગાંધીનગર સુધી પડયા છે અને અખબાર અને ઇલે. મીડીયાએ આ ગંભીર બાબત ધ્યાન આપીને આ બનાવ અંગે જાહેર પ્રસિધ્ધી થતા સરકારી તંત્ર હવે ઉંઘમાંથી જાગ્યું છે. દેવસ્થાન સમીતીના ટ્રસ્ટી તથા ભાજપ શહેર પ્રમુખ પરેશભાઇ ઝાખરીયાએ ખુદ આ બાબતે નારાજગી દર્શાવી પગલા લેવા માટે કલેકટર, એસ.પી. અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી લેખીત રજુઆત કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાના ધજાગરા ઉડાવતા આ બાબતે ગોપભાએ જણાવ્યું છે કે આમ સામાન્ય યાત્રીક ભુલમાં પણ નાની મોટી પ્રતિબીત ચીજવસ્તુ સાથે મંદિરમાં પ્રવેશ કરે તો તેના ઉપર કેસ કરી અનેક પ્રકારના ખુલાસા પુછવામાં આવે છે તો આ આવા ગંભીર ગુન્હેગારો સામે શા માટે પગલા નહિ પરેશ ઝાપટીયાએ કરેલી રજુઆત બાબતે દાખલા રૂપ કહી શકાય કે રજુઆતના દિને જ વહીવટદાર શ્રી જાડેજાએ તાત્કાલીક અસરથી નાયબ વહીવટદાર અને દ્વારકા પોલીસ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

(11:37 am IST)